જિલ્લા વહીવટી તંત્રની સારી કામગીરીને બિરદાવીને અભિનંદન પાઠવતા સાંસદશ્રી ગેનીબેન ઠાકોર

આજરોજ કલેક્ટર કચેરી સભાખંડ,પાલનપુર ખાતે 

બનાસકાંઠાના સાંસદશ્રી ગેનીબેન ઠાકોરના અધ્યક્ષસ્થાને જિલ્લા વિકાસ સંકલન અને દેખરેખ નિયંત્રણ (દિશા) સમિતિની બેઠક યોજાઇ હતી.

આ બેઠકમાં”દિશા”બેઠકના અધ્યક્ષ અને સાંસદશ્રી ગેનીબેન ઠાકોરે દિવાળી પછી નવા વર્ષની શુભકામનાઓ પાઠવતા અધિકારીશ્રીઓને જણાવ્યું હતું કે, કેન્દ્ર અને ગુજરાત સરકારશ્રીની તમામ યોજનાઓ છેવાડાના વ્યક્તિઓ સુધી પહોંચે, લાભાર્થીઓને ઘર આંગણે જ વિવિધ સેવાઓનો લાભ મળે તથા વિશેષ ગ્રામ્ય કક્ષાએ વિવિધ વિકાસના કાર્યો થાય તે

મુજબ સૌકોઈ સાથે મળીને પ્રજાની સુખાકારી માટે વિકાસના કાર્યો કરવા જરૂરી છે. આ દિશા બેઠકમાં સરકારશ્રીની વિવિધ યોજનાઓ અંતર્ગત થયેલ કામગીરી બાબતે ચર્ચા કરાઈ હતી.

આ બેઠકમાં સાંસદ ગેનીબેન ઠાકોરએ જિલ્લા વહીવટી તંત્રની સારી કામગીરીને બિરદાવીને અભિનંદન પાઠવ્યા હતા. બેઠકમાં સાંસદશ્રીએ સરકારની વિવિધ યોજનાઓ જેમ કે પ્રધાનમંત્રી આવાસ યોજના, સ્વચ્છ ભારત મિશન, જળ જીવન મિશન, અમૃત સરોવર યોજના, પ્રધાનમંત્રી ગ્રામ સડક યોજના, મનરેગા, આંગણવાડી સુધારણા પ્રોજેક્ટ તેમજ આરોગ્ય–શિક્ષણ સંબંધિત યોજનાઓની જિલ્લા સ્તરે થયેલી કામગીરીની વિગતવાર સમીક્ષા કરવામાં આવી હતી. યોજનાઓના લાભાર્થીઓ સુધી લાભ ઝડપી, પારદર્શક અને અસરકારક રીતે પહોંચે તે દિશામાં જરૂરી માર્ગદર્શન પણ અધિકારીઓને આપવામાં આવ્યું હતું.

આ બેઠકમાં જિલ્લા કલેકટરશ્રી મિહિર પટેલ, જિલ્લા વિકાસ અધિકારીશ્રી એમ.જે.દવે સહિત સબંધિત વિભાગના અધિકારીશ્રીઓ ઉપસ્થિત રહ્યા હતા.

The Gujarat Live News 

રિપોર્ટર. બી.એમ.રાવળ પાલનપુર બનાસકાંઠા ગુજરાત

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You missed

Copyright 2025. All right reserved. The Gujrat Live News Website Design by E- MEDIA Web & App - 7999906109
error: Content is protected !!