આ યાત્રામાં ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના પ્રમુખ શ્રી અમિતભાઈ ચાવડા, પુર્વ કેન્દ્રીય મંત્રી શ્રી ડો. તુષારભાઈ ચોધરી , પ્રદેશ પ્રવક્તા શ્રી હિમાંશુ પટેલ, ગીતાબેન પટેલ, મહેસાણા જિલ્લા કોંગ્રેસ પ્રમુખ શ્રી બળદેવજી ઠાકોર, મહિલા પ્રમુખ ડૉ. મેઘાબેન પટેલ, તાલુકા કોંગ્રેસ પ્રમુખ શ્રી ડી ટી ઝાલા, ઉંઝા શહેર કોંગ્રેસ પ્રમુખ શ્રી કેતનભાઈ પટેલ, અરવિંદ પટેલ ભુરો, આર એલ પરમાર, ઇશ્વરજી ઠાકોર, રમણજી ઠાકોર, વિનુજી ઠાકોર, ભરત પટેલ અશ્વિન ગાંધી, કાન્તિજી ઠાકોર, ભરતજી ઠાકોર, રમણલાલ સોલંકી, મીસરી ખાન પઠાણ, બાબુજી વાઘેલા, ડાભી અને સુરાપુરા કોંગ્રેસ કાર્યકરો, કિરણજી ઠાકોર વગેરે ઉપસ્થિત રહ્યા હતા. દાદાની પુજા અર્ચના કરી આશિર્વાદ મેળવ્યા હતા. સંસ્થા તરફથી મહેમાનોનું શાલ ઓઢાડી દાદાનો ફોટો, પ્રસાદી આપી અને ફુલહાર પહેરાવી ઉપપ્રમુખ મનુભાઈ પટેલ, ટ્રસ્ટી ગણેશભાઈ પટેલ, ટ્રસ્ટી ગોપાલજી ઠાકોર, ઐઠોરના સરપંચ-ઉપસરપંચ, ઐઠોરના કોંગ્રેસ આગેવાન પિન્કીબેન પટેલ, સમાજસેવક રજનીભાઇ પટેલ, રવિભાઈ, ગનાજી, સાંતુજી, દશરથજી વગેરે દ્વારા સન્માન કરવામાં આવ્યું હતું.

સૌ પ્રથમવાર ઐઠોર ગામે પ્રદેશ કોંગ્રેસ નેતૃત્વ સંભાળતા હોદેદારો પધારતા ગામ લોકોએ વાજતે ગાજતે સ્વાગત કર્યું હતું. પછી યાત્રા ઉમિયા માતાજી મંદિર ઉંઝા ખાતે રવાના થઇ હતી. ઉંઝા કોંગ્રેસ સમિતિ દ્વારા તનતોડ મહેનત કરી યાત્રા ને સફળ બનાવવા માટે ઉમદા પ્રયત્નો કર્યા હતા.
The Gujarat Live News
અહેવાલ : આશિષ પટેલ, ઐઠોર
Mo : 987 986 1970
