ભાવનગરના કુંભારવાડા વિસ્તારમાં ગતમોડી રાતે ઘાતક હુમલાની ઘટના સામે આવી છે. શહેરના નારીરોડ રામદેવનગર ખાતે રહેતા યુવક પર સામાન્ય બોલાચાલીમાં ત્રણ શખસે તલવાર, ધારિયું અને છરી વડે હુમલી કરી લોહીલુહાણ કર્યો હતો. યુવકને માથા અને મોઢાના બાગે ગંભીર ઈજા થતાં સારવાર અર્થે સર્ટી હોસ્પિટલ ખસેડવામાં આવ્યો છે. મારામારીની ઘટના સમયનો એક વીડિયો પણ સામે આવ્યો છે, જેમાં બેથી ત્રણ શખસના હાથમાં હથિયારો જોવા મળી રહ્યાં છે. એક યુવકના હાથમાં તલવાર અને દારૂની બોટલ પણ જોવા મળી હતી. હાલમાં પોલીસે ત્રણ સામે ગુનો દાખલ કરી વધુ તપાસ હાથ ધરી છે. ફરિયાદને મામાના દીકરાએ ઘટનાની જાણ કરી
બોરતળાવ પોલીસ મથકથી મળતી માહિતી મુજબ, કુંભારવાડા નારીરોડ પર આવેલા રામદેવનગર વિસ્તારમાં રહેતા કાળુભાઈ રમેશભાઈ ચૌહાણે ફરિયાદ નોંધાવી છે, જેમાં 12 ફેબ્રુઆરની રાત્રે તેઓ પોતાના ઘરે હાજર હતાં. આ સમયે તેમના મામાના દીકરાએ દોડી આવી તેમના સાળા સંજય ઉર્ફે સાંગા પર વસરામભાઈની દુકાન પાસે રાહુલ ઉર્ફે ઢેલ, તેનો ભાઈ સંદીપ ઉર્ફે સુનો અને એક અજાણ્યા વ્યક્તિએ હુમલો કર્યો હોવાનું જણાવ્યું હતું. ફરિયાદી સ્થળે જતા નાનો સાળો ગંભીર હાલતમાં પડ્યો હતો
વાકત સાંભણીને તાત્કાલિક કાળુભાઈ બનાવ સ્થળે પહોંચ્યા હતા, જ્યાં લોકોની ભીડ એકત્રિત થઈ હતી અને સંજય ઉર્ફે સાંગા લોહીલુહાણ હાલતમાં નીચે પડેલો જોવા મળ્યો હતો. તેમના માથા અને મોઢાના ભાગે ગંભીર ઈજાઓ જણાતાં 108 એમ્બ્યુલન્સ મારફતે તેને તાત્કાલિક સારવાર માટે સરટી હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા. મોટાભાઈની બબાલમાં જતાં આરોપીએ લોહીલુહાણ કર્યો
પ્રાથમિક તપાસમાં જાણવા મળ્યું હતું કે, મોટો સાળો કાંતી વસરામભાઈની દુકાન પાસેથી પસાર થતી વખતે આરોપીઓની બોલાચાલી થઈ હતી અને એક થપ્પડ મારવામાં આવી હતી. આ બાબતે વાત કરવા નાના સાળા સંજય ઉર્ફે સાંગા ત્યાં પહોંચતા જ રાહુલ ઉર્ફે ઢેલે તલવાર વડે, સંદીપ ઉર્ફે સુનોએ ધારિયા વડે અને અજાણ્યા વ્યક્તિએ છરી વડે માથા અને મોઢાના ભાગે આડેધડ ઘા મારી ઈજાઓ પહોંચાડી હતી. પોલીસે ગુનો નોંધી આરોપીઓની શોધખોળ શરૂ કરી
હાલમાં આ મામલે ફરિયાદના આધારે બોરતળાવ પોલીસે રાહુલ ઉર્ફે ઢેલ, સંદીપ ઉર્ફે સુનો અને એક અજાણ્યા ઈસમ વિરુદ્ધ BNS કલમ 109(1), 115(2), 54 તથા જીપી એક્ટ 135 હેઠળ ગુનો નોંધ્યો છે અને આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

You missed

Copyright 2025. All right reserved. The Gujrat Live News Website Design by E- MEDIA Web & App - 7999906109
error: Content is protected !!