
Junagadh Mahashivratri Mela: જૂનાગઢના ગિરનારની તળેટીમાં મહાશિવરાત્રીના પાવન અવસરે ભરાતો ભવનાથનો મેળો એટલે સાધુ-સંતો અને અઘોરીઓનો મહાકુંભ. આ મેળામાં અનેક સંપ્રદાયના સાધુઓ આવે છે, જેમાં ‘જંગમ સાધુઓ’ પોતાનું એક વિશિષ્ટ અને આગવું મહત્ત્વ ધરાવે છે. ભાવિકો શિવરાત્રીના મેળામાં આવતા નાગા સાધુઓને ભેટ ઘરતા હોય છે, જ્યારે આ સાધુઓએ પણ જંગમ સાધુઓને દક્ષિણા આપવાનો અનેરો ઇતિહાસ છે.
જાણો શું છે પરંપરા
જંગમ શબ્દનો અર્થ ગતિશીલ અથવા જે સ્થિર નથી તે.
