વડોદરા નજીક કારની અડફેટે એક દીપડાનું મોત થયું હોવાની ઘટના સામે આવી છે. પાદરા નજીક દિલ્હી-મુંબઈ એક્સપ્રેસ વે ઉપર કારચાલકે દીપડાને અડફેટે લેતાં તેનું ઘટનાસ્થળે જ મોત થયું. બનાવની જાણ થતાં વનવિભાગ સ્થળ ઉપર પહોંચ્યું હતું અને દિપડાના મૃતદેહને પીએમમાં ખસેડીને આગળની તપાસ હાથ ધરી છે. કાર ચાલક પૂરપાટ ઝડપે આવી ને દીપડાને અડફેટે લીધો
વડોદરા શહેર તેમજ આસપાસના વિસ્તારમાં રાત્રિના સમયે દીપડા જોવા મળે છે. ખોરાકની શોધમાં તેઓ આમ તેમ ફરતા રહે છે. પાદરા નજીક વડોદરા મુંબઈ એક્સપ્રેસ હાઈવે ઉપર એક કારની અડફેટે દીપડાનું મોત નીપજ્યું હતું. સુરત તરફથી કાર ચાલક પૂરપાટ ઝડપે આવી રહ્યો દરમિયાન માર્ગ ઓળંગી રહેલા દીપડાને ટક્કર મારી હતી. અકસ્માતમાં દીપડાનું ઘટના સ્થળે જ મોત નીપજ્યું હતું. વનવિભાગે મૃતદેહને પીએમમાં ખસેડ્યો
બનાવની જાણ થતાં વનવિભાગના અધિકારીઓ પણ સ્થળ ઉપર પહોંચી ગયા હતાં. દીપડો એ શિડયુઅલ 1ની પ્રાણી હોવાથી તેનું પોસ્ટમોર્ટમ કરવાની તજવીજ હાથ ધરી છે અને કારચાલક સામે તપાસ હાથ ધરવામાં આવી છે. પોસ્ટ મોર્ટમ બાદ દીપડાને અગ્નિદાહ આપવામાં આવશે.

You missed

Copyright 2025. All right reserved. The Gujrat Live News Website Design by E- MEDIA Web & App - 7999906109
error: Content is protected !!