અમદાવાદ સહિત ગુજરાતની વિવિધ સ્કૂલોને બોમ્બથી ઉડાવવાના ધમકીભર્યા ઈ-મેલ મળ્યા બાદ મચેલી અફરાતફરીના માહોલ વચ્ચે ગુજરાતના પ્રિન્સિપલ સેક્રેટરી સંજીવ કુમાર આજે(18 ફેબ્રુઆરી) અમદાવાદ શહેર પોલીસ કમિશનર જી.એસ. મલિક, કલેક્ટર સુજિત કુમાર, ડીઈઓ રોહિત ચૌધરી સહિત રાજ્યના તમામ પોલીસ કમિશનર, કલેક્ટર, ડીઈઓ, એસપી સાથે વીડિયો-કોન્ફરન્સથી વાત કરશે. કાયદો અને સુરક્ષાની વ્યવસ્થા જળવાઈ રહે એ હેતુસર વીડિયો-કોન્ફરન્સ યોજાવાની છે, જેમાં આવનારી બોર્ડની પરીક્ષાને લઈને મહત્ત્વની ચર્ચા થાય એવી શક્યતા છે. ચાલુ પરીક્ષાએ બોમ્બની ધમકી મળી તો શું?
ગઈકાલથી CBSEની ધોરણ 10 અને 12ની પરીક્ષાનો પ્રારંભ થયો છે ત્યારે થોડા દિવસ બાદ ગુજરાત બોર્ડની ધોરણ 10 અને 12ની પરીક્ષાનો પ્રારંભ થશે. વિદ્યાર્થીઓ પરીક્ષાની તૈયારીઓ કરી રહ્યા છે ત્યારે તેમના વાલીઓના મનમાં એક પ્રશ્ન છે કે આપણુ સંતાન જ્યારે પરીક્ષા આપવા માટે બેઠું હશે ત્યારે સ્કૂલને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી આવશે તો? પ્રિન્સિપલ સેક્રેટરી સંજીવ કુમાર VC કરશે
વાલીઓની આ ચિંતાનો જવાબ આપવા માટે તંત્ર સજ્જ છે. બાળકો ચિંતામુક્ત રીતે પરીક્ષા આપી શકે એ માટેનું પ્લાનિંગ ચાલી રહ્યું છે. આજે પ્રિન્સિપલ સેક્રેટરી સંજીવ કુમાર વીડિયો- કોન્ફરન્સમાં બાળકોની સુરક્ષા સહિતના મુદ્દાઓને લઈને તમામ શહેરના પોલીસ કમિશનર, કલેક્ટર, ડીઈઓ અને જિલ્લાના સુપરિન્ટેન્ડેન્ટ સાથે ચર્ચા કરશે. બોર્ડની પરીક્ષા દરમિયાન બોમ્બથી ઉડાવી દેવાની ધમકી મળે ત્યારે પોલીસે શુ કરવું, વિદ્યાર્થીઓમાં ડર ઊભો થાય નહીં એ માટે શું કરવું જેવી અનેક બાબતોને લઈને ઊંડાણપૂર્વક ચર્ચા થશે. બાળકો શાંતિના વાતવરણમાં પરીક્ષા આપી શકે એવું પ્લાનિંગ
વિદ્યાર્થીઓ ગભરાઈ જાય નહિ એ માટેનું આગોતરું આયોજન કરવામાં આવશે. બાળકો શાંતિના વાતાવરણમાં પરીક્ષા આપી શકે અને તેમના વાલીઓ પણ ચિંતામુક્ત રહે એ રીતનું પ્લાનિંગ તંત્ર દ્રારા કરવામાં આવી રહ્યું છું. બોર્ડની પરીક્ષા પૂર્વે હાઇ લેવલની મિંટિંગનો સિલસિલો શરૂ થઈ જશે. પરીક્ષા પૂર્વે સ્કૂલોમાં ચેકિંગ કરાશે અને બંદોબસ્ત પણ રહેશે. સ્કૂલોમાં ચેકિંગ બાદ વિદ્યાર્થીઓને પરીક્ષાખંડમાં બેસાડાશે
સામાન્ય રીતે જ્યારે બોર્ડની પરીક્ષા આવે ત્યારે દરેક સેન્ટર ઉપર પોલીસનો બંદોબસ્ત હોય જ છે, પરંતુ છેલ્લા ઘણા સમયથી સ્કૂલોને બોમ્બથી ઉડાવવાની ધમકીના ઈ-મેલ આવતાં પોલીસ સહિત તંત્ર એલર્ટ છે. બોર્ડની પરીક્ષા પૂર્વે તમામ સ્કૂલોનું ચેકિંગ પોલીસ દ્રારા કરવામાં આવશે અને બંદોબસ્ત પણ ગોઠવી દેવાશે. સ્કૂલોના ચેકિંગ બાદ વિદ્યાર્થીઓને પરીક્ષાખંડમાં બેસાડવામાં આવશે. સ્કૂલ બહાર એમ્બ્યુલન્સ ગોઠવાશે
સ્કૂલમાં ઘણી વખત પરીક્ષા આપતા સમયે વિદ્યાર્થીઓની હાલત ખરાબ થઈ જતી હોય છે, ડિહાઈડ્રેશનના કારણે વિદ્યાર્થી બેભાન પણ થાય છે, આવી સ્થિતિમાં પરીક્ષાનાં સેન્ટરોની બહાર એમ્બ્યુલન્સ તહેનાત કરવામાં આવશે. આ સિવાય ફાયરબ્રિગેડની ટીમો પણ સતત એલર્ટ મોડ પર રહશે. સતત જે સ્કૂલને ધમકી મળતી હોય ત્યાં વધુ ફોકસ કરાશે
સતત જે સ્કૂલને ધમકી મળતી હોય ત્યાં વધુ ફોકસ કરાશે. છેલ્લા ત્રણ મહિનાથી સતત જે સ્કૂલોને ધમકી મળી રહી હોય ત્યાં તંત્ર દ્વારા વધુ ધ્યાન આપવામાં આવશે. ડીએવી સ્કૂલ જેવી સ્કૂલોમાં અનેક વખત ધમકીભર્યા ઈ-મેલ આવ્યા હતા, જેને લઈને તંત્રનું આવી સ્કૂલો પર વધુ ને વધુ ફોકસ રહેશે. સરકારી કચેરીઓ અને સ્કૂલોને આ પ્રકાર ધમકીઓ મળવા અંગે દિવ્ય ભાસ્કર સાયબર એક્સપર્ટ મયૂર ભુસાવળકર સાથે વાત કરી હતી, જેમાં તેમણે બે હેતુ અંગે જણાવ્યું હતું. 1. ડર અને ગભરાટ ફેલાવવો: સાયબર અપરાધીઓનું મુખ્ય હથિયાર ડર છે. એક ખોટી ધમકીથી શાળા ખાલી કરાવવી પડે, એરપોર્ટ બંધ થાય, ઓફિસનું કામ અટકી જાય, જનતામાં ભય અને અફરાતફરી ફેલાય. 2. સુરક્ષા વ્યવસ્થાની પરીક્ષા કરવી: આવા ઇ-મેલથી અપરાધીઓ એ બાબતને જાણવાની કોશિશ કરે છે, પોલીસ કેટલી ઝડપથી પહોંચે છે, બિલ્ડિંગ કેવી રીતે ખાલી કરાય છે, કઈ કચેરી પહેલાં પ્રતિક્રિયા આપે છે,પરિણામે, આ માહિતી ભવિષ્યમાં બીજા ગુનાઓ માટે ઉપયોગમાં લઈ શકાય છે. સ્કૂલ, એરપોર્ટ અને સરકારી કચેરીઓને જ કેમ નિશાન બનાવે છે?
આવી બોમ્બ ધમકીઓ મોટેભાગે શાળાઓ, એરપોર્ટ, હોસ્પિટલ, સરકારી કચેરીઓ અને જાહેર સ્થળોને જ લક્ષ્ય બનાવે છે. એનું મુખ્ય કારણ એ છે કે આ જગ્યાઓ પર ધમકી આપવાથી સૌથી વધુ અસર થાય છે .આ જગ્યાઓ પર ધમકી મળે તો તરત જ એવેક્યુએશન, તપાસ, બોમ્બ-સ્ક્વોડ, પોલીસ અને ડોગ-સ્ક્વોડ આવે છે. શાળામાં બાળકોને ઘરે મોકલવાં પડે છે, વાલીઓ ચિંતિત થાય છે, શિક્ષણ અટકી જાય છે. એરપોર્ટ પર ફ્લાઇટ્સ ડીલે થાય છે, ડાઇવર્ટ થાય છે કે કેન્સલ થાય છે. સરકારી કચેરીઓમાં કામકાજ બંધ થઈ જાય છે, ટૂંકમાં, બધી પ્રવૃત્તિઓ પાછળનું મુખ્ય હેતુ દેશને નુકસાન પહોંચાડવાનો છે. સાયબર અપરાધીઓ આવા ઈ-મેલ કેવી રીતે મોકલે છે?
સાયબર અપરાધીઓ આવા ધમકીભર્યા ઈ-મેલ મોકલવા માટે અનેક તરકીબો અપનાવે છે. તેઓ સામાન્ય રીતે ગુપ્ત ઈ-મેલ સેવાઓનો ઉપયોગ કરે છે, જેમ કે પ્રોટોનમેલ અથવા ટેમ્પરરી ઈ-મેલ સર્વિસ. આ સેવાઓમાં તેઓ ખોટા નામ અને વિગતો વાપરીને એકાઉન્ટ બનાવે છે, જેથી તેમની ઓળખ છુપાઈ રહે. તેઓ વર્ચ્યુઅલ પ્રાઇવેટ નેટવર્ક અથવા ટોર બ્રાઉઝરનો ઉપયોગ કરીને તેમના આઈપી એડ્રેસને છુપાવે છે. આઈપી એડ્રેસ એ ડિવાઇસ નું ઓનલાઇન સરનામું છે, જે સ્થાન અને ઓળખ વિશે જણાવે છે. સાયબર ગુનેગારો વર્ચ્યુઅલ પ્રાઇવેટ નેટવર્ક નો ઉપયોગ મુખ્યત્વે તેમની ઓળખ તેમજ આઈપી એડ્રેસ છુપાવવા, ઓનલાઇન પ્રવૃત્તિઓને અજ્ઞાત રાખવા અને કાયદાકીય સંસ્થાઓથી બચવા માટે કરે છે. કેટલાક અપરાધીઓ ઈમેઈલ સ્પૂફિંગનો ઉપયોગ કરે છે. મેઇલ મોકલનારને કેવી રીતે શોધી કાઢવામાં આવે છે?
સાયબર અપરાધીઓને ટ્રેસ કરવા માટે પોલીસની સાયબર ક્રાઇમ યુનિટ કામ કરે છે. પહેલા, તેઓ ઈ-મેલના હેડર્સનું વિશ્લેષણ કરે છે. ઈ-મેલ હેડર્સમાં મોકલનારના આઈપી એડ્રેસ, તારીખ અને અન્ય વિગતો હોય છે. જો વીપીએન વપરાયું હોય તોપણ, વીપીએન પ્રોવાઇડર પાસેથી માહિતી મેળવી શકાય છે. પોલીસ ઈ-મેલ પ્રોવાઇડર (જેમ કે ગૂગલ અથવા પ્રોટોન)ને કાનૂની રીતે માહિતી માગે છે. તેઓ એકાઉન્ટની વિગતો, લોગ-ઇન આઈપી અને અન્ય ડેટા મેળવે છે. જો અપરાધી વિદેશમાં હોય તો આંતરરાષ્ટ્રીય સહયોગ જેમ કે ઇન્ટરપોલની મદદ લેવામાં આવે છે. ડિજિટલ ફોરેન્સિક્સમાં કોમ્પ્યુટર અને મોબાઇલનું વિશ્લેષણ કરીને પુરાવા શોધવામાં આવે છે. કેટલાક કેસમાં, અપરાધીઓની ભૂલો જેમ કે એક જ આઈપીનો વારંવાર ઉપયોગ, તેમને પકડાવી દે છે. મારા મતે આ ભૌતિક હુમલો નથી, પરંતુ માનસિક હુમલો છે, જે સાયબર વોરફેરનો એક ભાગ છે, એેની પાછળનો મુખ્ય હેતુ — ડર ઊભો કરવો અને વ્યવસ્થા ખોરવવી અને તમામ વહીવટી તંત્રની એસઓપી જાણવી. અમદાવાદ-વડોદરાની 40 સ્કૂલને બોમ્બની ધમકી 16 ફેબ્રુઆરી, 2026ની સવારમાં ગુજરાતની 40 સ્કૂલને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી મળી હતી, જેમાં વડોદરા શહેર-જિલ્લાની 25 અને અમદાવાદની 15 સ્કૂલને ધમકીભર્યો મેલ મળ્યો હતો. મેલમાં મોદી-શાહને ટાર્ગેટ કરવામાં આવ્યા હતા, જેમાં લખ્યું હતું કે ગુજરાત ખાલિસ્તાન બનશે, હિન્દુસ્તાનના ટુકડા થશે. બોમ્બની ધમકી મળતાં જ સ્કૂલોમાં વાલીઓ બાળકોને લેવા દોડી આવ્યા હતા અને સૌના જીવ તાળવે ચોંટ્યા હતાં. ઉલ્લેખનીય છે કે બોમ્બ-સ્ક્વોડ, ડોગ-સ્ક્વોડ અને પોલીસે તમામ સ્કૂલોમાં સર્ચ કર્યું હતું, પરંતુ એક પણ સ્કૂલમાંથી કંઇપણ વાંધાજનક વસ્તુ ના મળતાં તંત્રએ રાહતનો શ્વાસ લીધો હતો. વાંચો સંપૂર્ણ સમાચાર 23 જાન્યુઆરીએ અમદાવાદની આર્મી સ્કૂલ સહિત 15 શાળાને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી ‘મોદી-શાહ ખાલિસ્તાનના દુશ્મન, તમારાં બાળકોને બચાવી લો, 26મીએ તિરંગો ફરકાવશો તો સ્કૂલને ઉડાવી દઈશું’. 17 ડિસેમ્બર, 2025એ અમિત શાહના લોકસભા વિસ્તારની જાણીતી સ્કૂલોને બોમ્બથી ઉડાવવાની ધમકી મળ્યાના 36 દિવસ બાદ 23 જાન્યુઆરી, 2026એ ફરી એક વખત અમદાવાદની આર્મી સ્કૂલ સહિત 15 શાળાને બોમ્બથી ઉડાવી દેવાનો ધમકીભર્યો મેલ મળતાં વાલીઓ ફફડી ઊઠ્યા હતા. ફરી એક વખત અમદાવાદમાં અફરાતફરીનો માહોલ જોવા મળ્યો હતો. (વાંચો સંપૂર્ણ સમાચાર) 17 ડિસે.એ શાહના લોકસભા વિસ્તારની જાણીતી સ્કૂલોને બોમ્બથી ઉડાવવાની ધમકી 17 ડિસેમ્બર, 2025એ અમદાવાદ, ગાંધીનગર, કલોલ શહેરની અલગ અલગ સ્કૂલોને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી મળી હતી. ઝેબર, ઝાયડસ, અગ્રસેન અને DAV ઇન્ટરનેશનલ સ્કૂલ સહિત 26 જેટલી સ્કૂલોને ધમકીભર્યા ઈ-મેલ મળ્યા હતા. ધમકી મળતાં જ પોલીસ, ફાયર વિભાગ અને બોમ્બ-સ્કવોડ, ડોગ–સ્કવોડની ટીમ દ્વારા સ્કૂલોમાં તપાસ કરાઈ હતી. તપાસના અંતે એક પણ સ્કૂલમાંથી સંદિગ્ધ વસ્તુ મળી નહોતી. ધમકીને લઈને અમદાવાદની કેટલીક સ્કૂલોમાં રજા જાહેર કરી દેવાઈ હતી. અમિત શાહના લોકસભા વિસ્તારની જાણીતી સ્કૂલોને બોમ્બથી ઉડાવવાની ધમકી મળી હતી. સ્કૂલોને મોકલવામાં આવેલા ઈ-મેલમાં બપોરે 1:11 વાગ્યે બોમ્બથી ઉડાવી દેવાની ધમકી અપાઈ હતી. ઈ-મેલમાં અમદાવાદ ધમાકા બ્લાસ્ટ સ્કૂલ સે સાબરમતી જેલ તક એવું લખવામાં આવ્યું હતું. સાથે જ મેલમાં કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ અને લોરેન્સ બિશ્નોઈને પણ ટાર્ગેટ કરવાની ધમકી અપાઈ હતી. વાંચો સંપૂર્ણ સમાચાર