નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં ગઈકાલે ઇન્ડિયા અને નેધરલેન્ડ વચ્ચે મેચ યોજાઈ હતી.મેચમાં સ્ટેડિયમ ભરવા AMCની સ્કૂલના બાળકોને વિનામૂલ્યે સ્ટેડિયમમાં લઈ જવામાં આવ્યા હતા.બાળકોને મેચ જોવા લઈને તો આવ્યા પરંતુ પરત ફરતી વખતે એક એક રીક્ષામાં 8 થી 10 બાળકોને RTOના નિયમો નેવે મૂકીને જીવના જોખમે લાવવામાં આવ્યા હતા. નગરપ્રાથમિક શિક્ષણ સમિતિની શાળાના બાળકોને મેચ જોવા માટે લઈ જવાયા હતા
સામાન્ય રીતે નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં ટિકિટથી જ પ્રવેશ આપવામાં આવે છે પરંતુ ગઈકાલની મેચમાં સ્ટેડિયમમાં જગ્યા વધુ હોવાથી વિધાર્થીઓ મેચ જોવાના બહાને જગ્યા ભરવા લઈ જવામાં આવ્યા હતા.અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનની અલગ અલગ સ્કૂલના વિધાર્થીઓને સ્ટેડિયમમાં મેચ જોવા લાવવામાં આવ્યા હતા.વિધાર્થીઓને વિના મૂલ્યે મેચ બતાવવામાં આવી હતી. એક-એક રિક્ષામાં 8 થી 10 બાળકોને જોખમી રીતે બેસાડાયા
મેચ જોઈને જ્યારે પરત આવવાનું થયું ત્યારે શિક્ષકોએ વિધાર્થીઓને એક એક રીક્ષામાં ઘેટા બકરાની જેમ ખીચો ખીચો ભરીને લઈ જવામાં આવ્યા હતા.રીક્ષામાં 3ની સાથે કેપેસિટી હોવા છતાં એક રીક્ષામાં 8 થી 10 બાળકોને લઈ જવામાં આવ્યા હતા.RTOના નિયમો નેવે મૂકીને અને બાળકોના જીવના જોખમે રીક્ષામાં બેસાડવામાં આવ્યા હતા. આ અંગે નગર પ્રાથમિક શિક્ષણ સમિતિના શાસનાધિકારી એલ. ડી દેસાઈએ જણાવ્યું હતું કે, આ બાબતે તપાસ કરવામાં આવશે.જવાબદાર શિક્ષક સામે કાર્યવાહી કરવામાં આવશે.