
સુરત મહાનગરપાલિકા વિસ્તારમાં ઓકટ્રોય નાબુદી બાદ ગ્રોથ રેટથી સરકાર ગ્રાન્ટ આપશે તેવો નિર્ણય થયો હતો પરંતુ ભાજપ શાસકો ઓકટ્રોયની અવેજીમાં ગ્રોથ રેટ થી સરકાર પાસે ગ્રાન્ટ મેળવવામાં નિષ્ફળ રહ્યાં છે. જેના કારણે હવે સુરત પાલિકાના વિકાસનો આધાર રાજ્ય સરકારની ગ્રાન્ટ ની દયા પર નિર્ભર થયો છે.જેમાં હાલ સુરત પાલિકાના મોટા સાત પ્રોજેક્ટ સરકારની ગ્રાન્ટ પર જ બની રહ્યાં છે. આ સાત પ્રોજેક્ટ ની કિંમત 5198 કરોડ જ્યારે ગ્રાન્ટ મંજૂરી 4288 કરોડ છે જેમાંથી પાલિકાને 1924 કરોડની ગ્રાન્ટ મળી છે 2363 કરોડની ગ્રાન્ટ બાકી રહી છે.
સુરત પાલિકાના નવા વહીવટી ભવન , સુરતની પાણીની ભવિષ્યની જરૂરિયાત તથા શહેરને પુરથી બચાવવા માટે બેરેજ તથા પાળા સુરતીઓના મનોરંજન માટે ડુમસ સી ફેઝ, સ્પેશ્યલ ફ્લાય ઓવર બ્રિજ, તથા ગાંધી સ્મૃતિ અને અટલ બિહારી વાજપેયી ઓડિટોરિયમ( આગવી ઓળખ) સહિતના પ્રોજેક્ટ ની કિંમત 5198.
