ઉત્તર ગુજરાતમાં હાઈવે પર અકસ્માતોનો સિલસિલો યથાવત્ છે. આજે (21 ફેબ્રુઆરી) વહેલી સવારે ઊંઝા-મહેસાણા હાઈવે પર ઉનાવા પાસે હોટલ કોમફી સામે એક કાળજું ધ્રુજાવી દેનારી ઘટના સામે આવી છે. રાજસ્થાનમાં લગ્નપ્રસંગ પતાવી અમદાવાદ પરત ફરી રહેલા કુમાવત પરિવારની ઇકો ગાડીને અકસ્માત નડતાં બે પરિવારના 5 સભ્યનાં કમકમાટીભર્યાં મોત નીપજ્યાં છે. મૃતકોની વિગત આ અકસ્માતમાં 2 પુરુષ, 1 સ્ત્રી અને 1 નિર્દોષ બાળક સહિત કુલ 4 લોકોનાં ઘટનાસ્થળે જ પ્રાણ પંખેરુ ઊડી ગયાં હતાં, જ્યારે મહેસાણા સિવિલ હોસ્પિટલમાં સારવાર દરમિયાન મંથરાદેવીનું મોત થતાં મૃત્યુઆંક 5 થયો છે. જ્યારે ગાડીના ચાલકને સહિત પાંચ લોકોને ગંભીર ઇજાઓ પહોંચતાં તેમને તાત્કાલિક સારવાર અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે. મૃતકોનાં નામ: મહેસાણા સિવિલ હોસ્પિટલમાં સારવાર લઇ રહેલા લોકોની યાદી કઈ રીતે સર્જાયો અકસ્માત? મળતી માહિતી મુજબ, મૂળ રાજસ્થાનના ભાવનગર પાલીનો વતની અને હાલ અમદાવાદમાં રહેતો પરિવાર રાજસ્થાનમાં લગ્નપ્રસંગમાં હાજરી આપીને ઇકો ગાડીમાં પરત ફરી રહ્યો હતો. આ દરમિયાન ઊંઝા-મહેસાણા હાઈવે પર ઉનાવા પાસે ચાલકે સ્ટીયરિંગ પરથી કાબૂ ગુમાવતાં ગાડી ધડાકાભેર ડિવાઈડર સાથે અથડાઈ હતી. અકસ્માત એટલો ભયાનક હતો કે ગાડીનો કચ્ચરઘાણ નીકળી ગયો હતો. આ પણ વાંચો, દાંતા રોડ લોહીથી ખરડાયો, 2 બાઈક ટકરાતાં 4નાં મોત ઉનાવા પીઆઇ પી ડી દરજીએ જણાવ્યું હતું કે, આજે સવારે સાત વાગે ઇકો ગાડી ડિવાઇડર સાથે અથડાઇ હતી. આ અકસ્માતમાં 4 લોકોના ઘટનાસ્થળે જ જ્યારે એક મહિલાનું સારવાર દરમિયાન મોત થયું છે. આ ઉપરાંત બીજા 5-6 લોકોને નાની મોટી ઇજાઓ થતાં હાલ સારવાર હેઠળ છે. ગાડીનો કચ્ચરઘાણ નીકળી ગયો ઘટનાની જાણ થતાં જ ઉનાવા પોલીસનો કાફલો તાત્કાલિક ઘટનાસ્થળે દોડી ગયો હતો. પોલીસના જણાવ્યા મુજબ, હાલમાં ચાર મૃતદેહને ઉનાવા સીએચસી ખાતે ખસેડવામાં આવ્યા છે. સબંધીઓ ઉનાવા સીએચસી ખાતે પહોંચ્યા છે. જે બાદ મૃતદેહોને પોસ્ટમોર્ટમ માટે ખસેડી આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવશે. લગ્નની ખુશીઓમાં ગરકાવ પરિવારમાં આ અકસ્માતને પગલે માતમ છવાઈ ગયો છે. અકસ્માતને પગલે હાઈવે પર ટ્રાફિકજામનાં દૃશ્યો પણ સર્જાયાં હતાં. ‘આજે નાની બહેનના ત્યાં મામેરું ભરવાનું હતું’ : મૃતકના સંબંધી મૃતકના સંબંધી સોમાભાઈ કુમાવતએ જણાવ્યું હતું કે, મારા બેન અને બનેવીનો પુરો પરિવાર રાજસ્થાનથી અહીં અમદાવાદ લગ્રમાં આવતો હતો. એમના ભાણાના લગ્ન હતા. એક બેનના ભાણાના લગ્ન રાજસ્થાનમાં હતા અને બીજી બહેનના ભાણાના લગ્ન અમદાવાદમાં હતા. ગઇકાલે રાજસ્થાનમાં મામેરું ભરી આજે અહીં અમદાવાદ આવી રહ્યા હતા. આજે નાની બહેનના ત્યાં મામેરું ભરવાનું હતું. મામેરાની બધી વસ્તુઓ પણ તેમની સાથે જ હતી. આ પણ વાંચો, કીમ-ઓલપાડ હાઇવે પર ભૂંડ આડું ઊતરતાં કાર અકસ્માત, બે મહિલાનાં મોત વલસાડમાં ટ્રિપલ એક્સિડન્ટમાં 7નાં મોતની ચિચિયારી ગુંજી વલસાડ જિલ્લાના કપરાડા તાલુકાના કુખ્યાત ગણાતા કુંભઘાટ પર 20 ફેબ્રુઆરીએ એક ભયાનક માર્ગ અકસ્માત સર્જાયો હતો. પૂરપાટ ઝડપે આવતી એક ટ્રકે ઇકો કારને જોરદાર ટક્કર મારતાં ઊભેલી બ્રેકડાઉન ટ્રકમાં અથડાતાં ઈકોમાં સવાર એક ગામના 5 સભ્યનાં ઘટનાસ્થળે જ કરુણ મોત નીપજ્યાં હતાં, જ્યારે ડ્રાઈવર સહિત 2 વ્યક્તિ ગંભીર હાલતમાં હોસ્પિટલ ખસેડાયા હતા, જોકે સારવાર મળે એ પહેલાં જ બંનેનાં મોત થયાં હતાં. ઘરઘંટી લેવા નીકળેલા એક ગામના લોકો અકસ્માતમાં મોતને ભેટ્યા હતા. આ વિચિત્ર અકસ્માતમાં એક ગામના 7 લોકોએ વિચિત્ર રીતે થયેલા ટ્રિપલ એક્સિડન્ટમાં જીવ ગુમાવ્યાનું બહાર આવ્યું છે, જેમાં એક મહિલાનું તો આખું માથું ફાટી ગયું હતું અને માત્ર વાળ જ બચ્યા હતા. રોડ પર માથાના લોચેલોચા વિખેરાયા હતા. સંપૂર્ણ અહેવાલ વાંચો… બાઈકસવારે કટ મારતાં પૂરપાટ આવતી કારે અડફેટે લીધો, CCTV ડીસા-થરાદ હાઈવે પર 19 ફેબ્રુઆરીએ ફરી એકવાર સ્પીડ અને બેદરકારીએ નિર્દોષનો ભોગ લીધો હતો. રામપુરા પાટિયા નજીક પૂરપાટ ઝડપે આવતી એક કારે બાઈકસવારને અડફેટે લેતાં અરેરાટી વ્યાપી ગઈ હતી. ટક્કર એટલી જોરદાર હતી કે બાઈકચાલક હવામાં ઊછળીને જમીન પર પટકાયો હતો, જેના કારણે તેનું પ્રાણપંખેરુ ઊડી ગયું હતું. અકસ્માતની આ હચમચાવી દેતી ઘટના નજીકમાં લાગેલા સીસીટીવી કેમેરામાં કેદ થઈ હતી. સંપૂર્ણ અહેવાલ વાંચો…
