અમરેલી જિલ્લાના સાવરકુંડલા તાલુકાના ભુવા ગામ નજીક આજે (22 ફેબ્રુઆરી) બે કાર વચ્ચે અકસ્માત સર્જાયો હતો. આ દુર્ઘટનામાં એક યુવકનું સારવાર દરમિયાન મોત નીપજ્યું હતું, જ્યારે અન્ય 10 લોકો ઇજાગ્રસ્ત થયા હતા. ઇજાગ્રસ્તોને તાત્કાલિક સાવરકુંડલાની હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. લગ્નપ્રસંગમાં પહોંચે તે પહેલાં જ માર્ગ દુર્ઘટના બની પ્રાથમિક માહિતી અનુસાર, એક કાર સિહોર તરફથી આવી રહી હતી, જ્યારે બીજી કાર ગોપાલગ્રામથી જૂના સાવર લગ્નપ્રસંગમાં જઈ રહી હતી. લગ્નપ્રસંગમાં પહોંચે તે પહેલાં જ માર્ગમાં આ દુર્ઘટના બની હતી. અકસ્માત એટલો ભયાવહ હતો કે, બંને કારને ભારે નુકસાન થયું હતું. અકસ્માતમાં એકનું મોત, 10 ઘાયલ આ અકસ્માતમાં આદસંગ ગામના કુલદીપભાઈ ચંપુભાઈ ખુમાણનું સારવાર દરમિયાન મોત થયું હતું. ઇજાગ્રસ્ત થયેલા 10 લોકોમાં આરાધના હરપાલસિંહ ચુડાસમા, શિવમ હરપાલસિંહ ચુડાસમા, ધનેશ્રી ગીરીશભાઈ ત્રિવેદી, ભાગ્યશ્રીબેન ચંપુભાઈ ખુમાણ, કનુભાઈ જીવાભાઈ જેબલિયા, રેખાબેન ચંપુભાઈ ખુમાણ, ગીતાબેન નરેન્દ્રભાઈ ત્રિવેદી અને વિશાલીબેનનો સમાવેશ થાય છે. તેમને અલગ અલગ હોસ્પિટલમાં સારવાર આપવામાં આવી રહી છે, અને કેટલાકને વધુ સારવાર માટે અન્ય હોસ્પિટલોમાં રીફર કરવામાં આવ્યા છે. તમામ ઇજાગ્રસ્તોને હોસ્પિટલ ખસેડાયા અકસ્માત બાદ આસપાસના લોકોએ તાત્કાલિક રાહત કામગીરી હાથ ધરી હતી. 108 સહિતની એમ્બ્યુલન્સ મારફતે ઇજાગ્રસ્તોને સાવરકુંડલા સિવિલ હોસ્પિટલ અને નજીકની અન્ય હોસ્પિટલોમાં ખસેડવામાં આવ્યા હતા. સેવાભાવી લોકો મદદ માટે દોડ્યા ઘટનાની જાણ થતા જ સાવરકુંડલા નગરપાલિકા પ્રમુખ સહિત સ્થાનિક અગ્રણીઓ હોસ્પિટલ ખાતે દોડી આવ્યા હતા અને ઇજાગ્રસ્તોને જરૂરી મદદ પૂરી પાડવા પ્રયાસ કર્યો હતો. સાવરકુંડલા રૂરલ પોલીસ પણ તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી ટ્રાફિક વ્યવસ્થા સંભાળી હતી અને અકસ્માત અંગે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે. અકસ્માતની અન્ય ઘટનાઓ પણ વાંચો ડાંગમાં પશ્ચિમ બંગાળની પિકઅપ પલટી, 2નાં મોત ડાંગ જિલ્લાના સોનગઢથી આહવાને જોડતા નેશનલ હાઈવે નંબર 953 પર શનિવારે બપોરે એક ગંભીર અકસ્માત સર્જાયો હતો. મહાલ અને બરડીપાડા વચ્ચે આવેલા જોખમી વળાંક પર એક પિકઅપ ગાડી પલટી જતાં તેમાં સવાર 2 વ્યક્તિઓના ઘટનાસ્થળે જ કમકમાટીભર્યા મોત નિપજ્યા હતા, જ્યારે અન્ય 10 લોકો ગંભીર રીતે ઇજાગ્રસ્ત થયા હતા.સંપૂર્ણ અહેવાલ વાંચો… ઊંઝા-મહેસાણા રોડ પર ડિવાઇડર સાથે ઈકો અથડાઈ, 5 લોકોના મોત ઉત્તર ગુજરાતમાં હાઈવે પર અકસ્માતોનો સિલસિલો યથાવત્ છે. આજે (21 ફેબ્રુઆરી) વહેલી સવારે ઊંઝા-મહેસાણા હાઈવે પર ઉનાવા પાસે હોટલ કોમફી સામે એક કાળજું ધ્રુજાવી દેનારી ઘટના સામે આવી છે. રાજસ્થાનમાં લગ્નપ્રસંગ પતાવી અમદાવાદ પરત ફરી રહેલા કુમાવત પરિવારની ઇકો ગાડીને અકસ્માત નડતાં બે પરિવારના 5 સભ્યનાં કમકમાટીભર્યાં મોત નીપજ્યાં છે. (સંપૂર્ણ સમાચાર માટે ક્લિક કરો) દાંતામાં બે બાઈક ટકરાયા, 4નાં મોત દાંતા તાલુકામાં ગઈકાલે (20 ફેબ્રુઆરી) મોડીરાત્રે એક ગંભીર માર્ગ અકસ્માત સર્જાયો હતો. અડેરણ તરસંગ ગામ પાસે બે બાઈક સામસામે ટકરાતા પાંચ લોકોમાંથી ત્રણના ઘટનાસ્થળે જ કરુણ મોત નીપજ્યાં હતા. જ્યારે એકનું સારવાર દરમિયાન મોત થયું હતું. (સંપૂર્ણ સમાચાર માટે ક્લિક કરો) વલસાડમાં ટ્રિપલ એક્સિડન્ટમાં 7નાં મોતની ચિચિયારી ગુંજી વલસાડ જિલ્લાના કપરાડા તાલુકાના કુખ્યાત ગણાતા કુંભઘાટ પર 20 ફેબ્રુઆરીએ એક ભયાનક માર્ગ અકસ્માત સર્જાયો હતો. પૂરપાટ ઝડપે આવતી એક ટ્રકે ઇકો કારને જોરદાર ટક્કર મારતાં ઊભેલી બ્રેકડાઉન ટ્રકમાં અથડાતાં ઈકોમાં સવાર એક ગામના 5 સભ્યનાં ઘટનાસ્થળે જ કરુણ મોત નીપજ્યાં હતાં, જ્યારે ડ્રાઈવર સહિત 2 વ્યક્તિ ગંભીર હાલતમાં હોસ્પિટલ ખસેડાયા હતા, જોકે સારવાર મળે એ પહેલાં જ બંનેનાં મોત થયાં હતાં. (સંપૂર્ણ સમાચાર માટે ક્લિક કરો)

You missed

Copyright 2025. All right reserved. The Gujrat Live News Website Design by E- MEDIA Web & App - 7999906109
error: Content is protected !!