વર્ષ 1949માં 19 સપ્ટેમ્બરના ઇન્ટરનેશનલ રોડ ટ્રાફિક પર યોજાયેલા કન્વેશન દરમિયાન ભારત સહિત 103 દેશોએ ઇન્ટરનેશનલ ડ્રાઇવિંગ પરમીટ માટે કોન્ટ્રાક્ટ કર્યો હતો. ત્યારબાદ વર્ષ 1968માં 8 નવેમ્બરના મળેલા કન્વેન્શન વખતે પાકિસ્તાન સહિત 37 દેશો આ કરાર સાથે જોડાયા હતાં. એટલે કે વિશ્વના 140 દેશોમાં ઇન્ટરનેશનલ ડ્રાઇવિંગ પરમીટ માન્ય છે. ગુજરાતમાં હાલ 11,708 વાહન ચાલકો પાસે ઇન્ટરનેશનલ ડ્રાઇવિંગ પરમીટ છે. જ્યારે રાજકોટમાં ચાલુ વર્ષે માત્ર 5 જ માસમાં 800થી વધુ લોકોએ ઇન્ટરનેશનલ ડ્રાઇવિંગ લાઇસન્સ કઢાવ્યું છે. કોરોના બાદ વિદેશ જનારાઓની સંખ્યા વધી હોય તેમ ત્યાંનું ડ્રાઇવિંગ લાયસન્સ કઢાવનારાઓની સંખ્યામાં સતત વધારો થઈ રહ્યો છે. 2021માં 500 આસપાસ ઇન્ટરનેશનલ લાયસન્સ કઢાવનારા વાહન ચાલકોની સંખ્યા 2025માં 1600ને પાર પહોંચી ગઇ છે. હાલ આ લાયસન્સની વેલિડિટી એક વર્ષની રાખવામાં આવી છે. ‘આ લાયસન્સ માટે કોઈ પણ પ્રકારનો ટેસ્ટ આપવાનો રહેતો નથી’
રાજકોટ આરટીઓ અધિકારી ઇન્દ્રજીત ટાંકે જણાવ્યું હતું કે, 2026માં 800થી વધુ લોકોએ ઇન્ટરનેશનલ લાયસન્સ મેળવેલા છે. કોઈ વ્યક્તિ વિદેશમાં ભણવા માટે કે ફરવા માટે જતા હોય તો એક વર્ષ માટે આ લાયસન્સ નીકળતું હોય છે. જેમાં જે પણ પ્રકારની જરૂરિયાત હોય એટલે કે ટુ વ્હીલર અથવા તો ફોર વ્હીલર માટેનું લાઇસન્સ જોઈતું હોય તો તે માટે ઓનલાઈન પ્રક્રિયા કરવાની રહે છે. તેમણે વધુમાં જણાવ્યું હતું કે, ઇન્ટરનેશનલ લાયસન્સ કાઢવા માટે રૂબરૂ કચેરીએ હાજર રહેવાની જરૂર નથી આધારકાર્ડ મારફત ઓટીપી ઓથેન્ટીકેશન દ્વારા લાયસન્સ મેળવી શકાય છે. જે બાદ વિદેશમાં ટુ વ્હીલર અથવા ફોર વ્હિલર ચલાવી શકો છો. ઇન્ટરનેશનલ ડ્રાઇવિંગ લાઇસન્સ ચોપડી પ્રકારનું હોય છે
તેમણે જણાવ્યું કે ટ્રાન્સપોર્ટ કોન્વોકેશન થયો હતો. જે મૂજબ ઇન્ટરનેશનલ લાયસન્સની વ્યાખ્યા આવેલી છે. જે બાદ અલગ અલગ દેશો દ્વારા તેને સ્વીકારવામાં આવેલું છે. આ લાયસન્સ ચોપડી પ્રકારનું હોય છે એટલે કે તેની પેટર્ન દરેક દેશોમાં એક જ પ્રકારની હોય છે. આ પણ વાંચો રાજકોટમાં ડ્રાઈવીંગ ટેસ્ટ માટે AI આધારિત ટ્રેક તૈયાર 16 ફેબ્રુઆરી, 2026ના રાજકોટ RTO કચેરીમાં આધુનિક AI આધારિત ડ્રાઇવિંગ ટેસ્ટ ટ્રેક તૈયાર થઈ ચૂક્યો હતો. રૂ. 80 લાખના ખર્ચે નિર્મિત ટ્રેકમાં 360 ડિગ્રી મૂવેબલ 17 આધુનિક કેમેરા અને RFID (રેડિયો ફ્રિકવન્સી આઇડેન્ટીફીકેશન) સેન્સર છે. જેને લીધે ટુ વ્હીલર અને ફોર વ્હીલરની ડ્રાઇવિંગ ટેસ્ટ ઝડપથી અને ચોકસાઈ પૂર્વક થઈ શકશે. અન્ડર ગ્રાઉન્ડ સેન્સર અને પાવર બેકઅપની સુવિધા હોવાથી વાવાઝોડા કે વરસાદ સમયે તેમજ વિજળી ગૂલ થઈ ગઈ હશે તો પણ ડ્રાઇવિંગ ટેસ્ટ ટ્રેક ચાલુ રહેશે. નવા ટ્રેકમાં વાહન ચાલકોને કઈ રીતે ડ્રાઇવિંગ ટેસ્ટ આપવાની રહેશે તેની તમામ વિગતો વીડિયોના માધ્યમથી દિવ્ય ભાસ્કર ડિજિટલ આપને બતાવવા જઈ રહ્યું છે. (વાંચો સંપૂર્ણ સમાચાર)

You missed

Copyright 2025. All right reserved. The Gujrat Live News Website Design by E- MEDIA Web & App - 7999906109
error: Content is protected !!