ગુજરાતના ગૃહ વિભાગ તરફથી એક ખૂબ જ મહત્વના અને મોટા સમાચાર મળી રહ્યા છે. અમદાવાદ શહેરના પોલીસ કમિશનર (CP) તરીકે ફરજ બજાવતા ૧૯૯૩ બેચના સિનિયર IPS અધિકારી જી. એસ. મલિક (જ્ઞાનેન્દ્ર સિંહ મલિક) ને રાજ્યના સર્વોચ્ચ પોલીસ પદ એટલે કે ડાયરેક્ટર જનરલ ઓફ પોલીસ (DGP) તરીકે બઢતી આપવામાં આવી છે. સત્તાવાર સૂત્રોના જણાવ્યા અનુસાર, તેઓ ટૂંક સમયમાં જ રાજ્યના પોલીસ વડા તરીકેનો પોતાનો પદભાર સંભાળી લેશે અને સમગ્ર ગુજરાતની સુરક્ષાની કમાન તેમના હાથમાં હશે.

જી. એસ. મલિકની ગણતરી ગુજરાતના સૌથી અનુભવી, શિસ્તબદ્ધ અને કડક છાપ ધરાવતા અધિકારીઓમાં થાય છે. ૧૯૯૩ની બેચના IPS અધિકારી મલિકે ભૂતકાળમાં ગુજરાતના વિવિધ જિલ્લાઓમાં એસ.પી. તરીકે તેમજ રેન્જ આઈ.જી. તરીકે પ્રશંસનીય કામગીરી કરી છે. આ ઉપરાંત, તેઓ કેન્દ્ર સરકારમાં ડેપ્યુટેશન પર રહીને બોર્ડર સિક્યોરિટી ફોર્સ (BSF) જેવા સંવેદનશીલ દળોમાં પણ ઉચ્ચ હોદ્દા પર સેવાઓ આપી ચૂક્યા છે. તેમની આ જ વહીવટી કુશળતાને ધ્યાનમાં રાખીને સરકારે તેમને રાજ્યની સર્વોચ્ચ જવાબદારી સોંપવાનો નિર્ણય કર્યો છે.

અમદાવાદના પોલીસ કમિશનર તરીકેના તેમના કાર્યકાળ દરમિયાન જી. એસ. મલિકે ગુનેગારોમાં ફફડાટ ફેલાવી દીધો હતો. તેમના નેતૃત્વમાં અમદાવાદ પોલીસે ઘણા મહત્વના સિદ્ધિઓ હાંસલ કરી છે જેમ કે શહેરમાંથી ડ્રગ્સના નેટવર્કને નેસ્તનાબૂદ કરવા માટે તેમણે ખાસ ઝુંબેશ ચલાવી હતી ગરીબ અને મધ્યમ વર્ગને કનડતા વ્યાજખોરો સામે લોકદરબાર યોજીને સેંકડો ગુનેગારોને જેલના સળિયા પાછળ ધકેલ્યા હતા અમદાવાદમાં સીસીટીવી કેમેરાના નેટવર્ક અને આધુનિક ટેકનોલોજીના ઉપયોગથી ગુનાખોરી ડામવામાં તેઓ સફળ રહ્યા હતા

જી. એસ. મલિકની DGP તરીકે બઢતી થવાના સમાચાર વહેતા થતા જ સમગ્ર ગુજરાત પોલીસ દળમાં ખુશીનો માહોલ જોવા મળી રહ્યો છે. નીચલા સ્તરના પોલીસ કર્મચારીઓથી લઈને ઉચ્ચ અધિકારીઓ સુધી તમામે આ નિર્ણયને આવકાર્યો છે. એક નિષ્ઠાવાન અને સામાન્ય જનતા માટે હંમેશા ઉપલબ્ધ રહેતા અધિકારી તરીકે ઓળખાતા મલિકના નેતૃત્વમાં ગુજરાત પોલીસ વધુ સક્ષમ અને પ્રજાભિમુખ બનશે તેવી આશા સેવાઈ રહી છે. ગૃહ વિભાગ દ્વારા ટૂંક સમયમાં જ તેમની સત્તાવાર જોઈનિંગ અંગેની વિધિ પૂર્ણ કરવામાં આવશે.

The Gujarat Live News રિપોર્ટર પ્રવીણભાઈ કાંકરેજ

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You missed

Copyright 2025. All right reserved. The Gujrat Live News Website Design by E- MEDIA Web & App - 7999906109
error: Content is protected !!