રાધનપુર નગરપાલિકાના વોર્ડ-1 વિસ્તારમાં આવેલ રેલવે સ્ટેશન હદના સીસી રોડ પર લાંબા સમયથી ફેલાયેલા કાંટાબાવળોને કારણે સ્થાનિક રહેવાસીઓ, રાહદારીઓ અને વાહનચાલકોને ભારે મુશ્કેલીઓનો સામનો કરવો પડતો હતો. અનેક વખત અકસ્માત સર્જાવાની શક્યતાઓ પણ ઉભી થતી હતી.

આ સમસ્યાને લઈને નગરસેવિકા જયાબેન ઠાકોર દ્વારા વારંવાર કરવામાં આવેલી રજૂઆતના પરિણામે આજે નગરપાલિકા દ્વારા JCB મશીનની મદદથી નડતરરૂપ કાંટાબાવળ દૂર કરવાની કામગીરી હાથ ધરવામાં આવી હતી. કામગીરી પૂર્ણ થતાં માર્ગ ખુલ્લો બન્યો હતો અને લોકોની અવરજવરમાં સરળતા આવી છે.
આ કામગીરી દરમિયાન GTKS સોશિયલ મીડિયા કન્વીનર કિશનભાઈ ઠાકોર તેમજ તાલુકા સભ્ય કરશનભાઈ ઠાકોર ઉપસ્થિત રહ્યા હતા. સ્થાનિકોએ સમયસર સમસ્યાનું નિરાકરણ લાવવા બદલ નગરપાલિકાની કામગીરીને આવકારી હતી.
The Gujarat Live News ગોવાભાઈ આહીર પાટણ
