એક તરફ અમદાવાદ શહેર કોમનવેલ્થ ગેમ્સ અને ઓલિમ્પિક્સ જેવા વૈશ્વિક આયોજનોના યજમાન બનવા માટે દાવેદારી કરી રહ્યું છે, ત્યારે બીજી તરફ ચોમાસાની શરૂઆતમાં જ તંત્રની લાચારી સામે આવી છે. અમદાવાદ મ્યુનિસિપલ કમિશનર બંછાનિધિ પાની દ્વારા શહેરીજનોને એક ચેતવણી આપવામાં આવી છે કે, આગામી ચોમાસા દરમિયાન શહેરમાં આવેલા તમામ 25 અંડરબ્રિજમાં પાણી ભરાશે અને જો કોઈ નાગરિક ત્યાંથી પસાર થતાં અકસ્માતનો ભોગ બનશે કે ડૂબશે, તો તેની સંપૂર્ણ જવાબદારી મનપાની નહીં પરંતુ નાગરિકની પોતાની રહેશે. મ્યુનિસિપલ કમિશનરે આ સત્તાવાર જાહેરાત કરીને જવાબદારીમાંથી હાથ ઊંચા કરી લીધા હોય તેવું લાગી રહ્યું છે. 1 ઇંચથી વધુ વરસાદમાં જ સ્માર્ટ સિટી પાણીમાં ગરકાવ થશે
ચોમાસાની સિઝન દરમિયાન અમદાવાદના તમામ 25 જેટલા અંડરબ્રિજોમાં 1 ઇંચથી વધુ વરસાદ પડતાની સાથે જ પાણી ભરાઈ જાય છે. મનપા તંત્ર દ્વારા વાહનચાલકોને અગાઉથી જ કડક ચેતવણી આપી દેવાઈ છે કે પાણી ભરાયેલા અંડરપાસમાંથી પસાર થવું અત્યંત જોખમી છે. જો કોઈ વાહનચાલક જોખમ ખેડીને અંદર જશે, તો તેની કોઈ જવાબદારી અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનની રહેશે નહીં. તંત્રની આ નીતિ સામે નાગરિકોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે, કારણ કે વેરો વસૂલતું તંત્ર સુવિધા આપવાના બદલે મોતના કૂવા સમાન બનેલા અંડરબ્રિજની જવાબદારી નાગરિકો પર ઢોળી રહ્યું છે. પાણી નિકાલમાં કલાકો લાગશે, લાંબા વૈકલ્પિક રૂટોને કારણે ટ્રાફિકજામની આફત
સામાન્ય રીતે અંડરબ્રિજમાં પાણી ભરાયા બાદ તંત્ર તેને તાત્કાલિક બંધ કરવામાં અને પાણીના નિકાલ માટે પંપ ગોઠવવામાં આવે છે. ઘણી વખત વાહનો ફસાઈ ગયા બાદ જ બ્રિજ બંધ કરવામાં આવે છે. વધુમાં, અંડરબ્રિજોમાં ભરાયેલા પાણીનો નિકાલ થતાં 2 કલાકથી વધુનો સમય લાગી જાય છે. આ સ્થિતિમાં વાહનચાલકોએ ઓવરબ્રિજ જેવા વૈકલ્પિક રૂટનો ઉપયોગ કરવો પડશે. પરંતુ આ વૈકલ્પિક રૂટો ખૂબ જ લાંબા હોવાના કારણે અને વરસાદી માહોલમાં હજારો વાહનો એકસાથે ત્યાં ડાયવર્ટ થતાં આખા શહેરમાં ટ્રાફિકજામની ભયાવહ સ્થિતિ સર્જાશે.