સાંતલપુર તાલુકાના ગાંજીશર ગામમાં ગ્રામપંચાયત દ્વારા સ્વચ્છતા અને પર્યાવરણ સંરક્ષણ માટે કરવામાં આવેલી કામગીરી પ્રશંસાને પાત્ર બની છે.

ગામમાં સુકા કચરા અને લીલા કચરાના અલગ-અલગ સંગ્રહ માટે ઘર-ઘર જઈ કચરો એકત્ર કરતી ગાડીની સુવિધા શરૂ કરવામાં આવી છે, જેના કારણે ગામમાં સ્વચ્છતા જાળવવામાં મોટી મદદ મળી રહી છે.ગ્રામજનોના જણાવ્યા મુજબ, નિયમિત રીતે કચરો એકત્ર થવાને કારણે રસ્તાઓ, જાહેર સ્થળો અને રહેણાંક વિસ્તારો વધુ સ્વચ્છ બનશે અને ખાસ કરીને સુકા અને લીલા કચરાનું અલગથી સંકલન થવાથી કચરાના યોગ્ય નિકાલ અને રિસાયક્લિંગની પ્રક્રિયાને પણ વેગ મળશે ગાંજીશર ગ્રામપંચાયતની આ કામગીરી માત્ર સ્વચ્છ ગામના નિર્માણમાં જ નહીં પરંતુ ગ્રામજનોમાં સ્વચ્છતા પ્રત્યે જાગૃતિ લાવવામાં પણ મહત્વની ભૂમિકા ભજવી ભજવશે. ગામમાં ઉપલબ્ધ કરાવવામાં આવેલી આ સુવિધા અન્ય ગ્રામપંચાયતો માટે પણ પ્રેરણારૂપ બની શકે છે. ગ્રામજનો અને આગેવાનો દ્વારા ગ્રામપંચાયતના આ પ્રયાસને બિરદાવવામાં આવ્યો છે અને ભવિષ્યમાં પણ આવી જ લોકહિતની સેવાઓ સતત ચાલુ રહે તેવી અપેક્ષા વ્યક્ત કરવામાં આવી છે.

The Gujarat Live News અહેવાલ :- વિપુલભાઈ ચૌધરી રાધનપુર 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You missed

Copyright 2025. All right reserved. The Gujrat Live News Website Design by E- MEDIA Web & App - 7999906109
error: Content is protected !!