માન.કલેક્ટરશ્રી એસ.કે.પ્રજાપતિ, માન.મ્યુનિસિપલ કમિશ્નરશ્રી શાલિની દુહાન, માન.જિલ્લા વિકાસ અધિકારીશ્રી ડો.અંચુ વિલ્સન,માન.મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારીશ્રી ડો.સુહાગ શ્રીમાળી ના અધ્યક્ષ સ્થાને, સિવિલ સર્જનશ્રી ડૉ.ગોપીબેન પટેલ મેડમના સહકાર અને સંકલન થકી, ઇ.ચા.તાલુકા આરોગ્ય અધિકારીશ્રી ડૉ.અલકાબેન પટેલ મેડમના માર્ગદર્શન હેઠળ કરવામાં આવ્યું.

માન.મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારીશ્રી ડૉ.સુહાગ શ્રીમાળી અને સિવિલ સર્જનશ્રી ડૉ.ગોપીબેન પટેલ મેડમ દ્વારા કેમ્પની મુલાકાત લઈ કામગીરીનું મૂલ્યાંકન કરવામાં આવ્યું.
ઇ.ચા.આર.સી.એચ.ઓ. ડૉ.વિજયભાઈ પટેલ , ઇ.એમ.ઓ. ડૉ.વિનોદભાઈ પટેલ અને ઇ.ચા.તાલુકા આરોગ્ય અધિકારીશ્રી ડૉ.અલકાબેન પટેલ મેડમ દ્વારા કેમ્પની મુલાકાત લઈ જરૂરી સૂચન અને માર્ગદર્શન આપવામાં આવ્યા.
સિવિલ હોસ્પિટલના પીડીયાટ્રીકશ્રી ડો. અનંત ગોહિલ સાહેબ દ્વારા બાળકોની તપાસ કરવામાં આવી.તમામ બાળકોને નિયમિત શુગરની તપાસ કરી શુગર કંટ્રોલ કરવા માટે સમજણ આપવામાં આવી
તમામ બાળકોની આંખો ની તપાસ ઓપ્થેલમિક આસિસ્ટન્ટ દ્વારા કરવામાં આવી અને વધુ તપાસ ઓપ્થેલમિક સર્જનશ્રી દ્વારા કરવામાં આવી તથા તેની સારવાર સુનિશ્ચિત કરવામાં આવી.
DIABEATIES ની ટીમ દ્વારા બાળકોને જુવેનાઈલ ડાયાબિટીસના મેનેજમેન્ટ માટે સામુહીક સેશનમાં માહિતી આપી અને દરેક બાળક નું તેમના વાલી સાથે ખૂબ સરસ રીતે વ્યકિતગત one to one કાઉન્સેલિંગ કરવામાં આવ્યું.
કેમ્પમાં ૬૮ લાભાર્થીઓએ લાભ લીધો જેમાં જનરલ હોસ્પિટલ મહેસાણાનો સ્ટાફ, લેબોરેટરી સ્ટાફ અને DIEC ના સ્ટાફની પણ મહત્વની ભૂમિકા રહી હતી.
તાલુકા હેલ્થ ઓફિસ મહેસાણા અને બેચરાજીની તમામ આર.બી.એસ.કે. ટીમ દ્વારા લાભાર્થીઓને કેમ્પમાં લાવી તેમની કેમ્પની તમામ સેવાઓ સુનિશ્ચિત કરાવી હતી.
The Gujarat Live News રિપોર્ટર ભાવિન ભાવસાર મહેસાણા
