આજે શ્રીકૃષ્ણ જન્માષ્ટમીના પાવન ઉત્સવે સમગ્ર ગુજરાત સહિત દેશ-વિદેશમાં ભક્તિનો માહોલ છવાયો છે. ભગવાન શ્રીકૃષ્ણની કર્મભૂમિ દ્વારકા, ડાકોર અને શામળાજી સહિતના તમામ ધામોમાં સવારથી જ મંગળા આરતી, ખુલ્લા પડદે પંચામૃત સ્નાન અને વિશેષ શૃંગાર સાથે 5253મા જન્મોત્સવની ભવ્ય ઉજવણી શરૂ થઈ ગઈ છે. જન્માષ્ટમીએ કરો દ્વારકાધીશના દર્શન: શ્રીકૃષ્ણને જળ, પંચામૃતનો અભિષેક કરો, આરતી ઉતારી માખણ-મિસરી પણ ચઢાવો હકડેઠઠ મેદની વચ્ચે ભક્તો કાળિયા ઠાકોરના દિવ્ય સ્વરૂપના દર્શન કરી ધન્યતા અનુભવી રહ્યા છે. આખા દિવસના ધાર્મિક વિધિ-વિધાનો બાદ હવે તમામ શ્રદ્ધાળુઓ બરાબર મધરાતે 12 વાગ્યાના દિવ્ય ક્ષણની આતુરતાપૂર્વક રાહ જોઈ રહ્યા છે, જ્યારે મધરાતે 12 ના ટકોરે ભગવાનનો જન્મ થશે અને ‘નંદ ઘેર આનંદ ભયો, જય કનૈયા લાલ કી’ના ગગનભેદી નાદથી સમગ્ર હરિધામો ગૂંજી ઊઠશે. જાણો પૂજાનું મુહૂર્ત, વિધિ અને મંત્રો; કાનુડાની વાંસળી, મોરપંખ અને સુદર્શન ચક્રનું પૌરાણિક રહસ્ય ગ્રાફિક્સથી સમજો કૃષ્ણજન્મોત્સવનો સમગ્ર કાર્યક્રમ આ પણ વાંચો, પુરીમાં ભગવાન જગન્નાથ કાન્હાને જન્મ આપશે આ પણ વાંચો, શ્રીકૃષ્ણ દ્વારકા છોડીને પ્રભાસમાં કેમ વસ્યા?:મહાભારતની આ કથામાં છુપાયેલું છે જીવનનું સાચું રહસ્ય
Copyright 2025. All right reserved. The Gujrat Live News Website Design by E- MEDIA Web & App - 7999906109
error: Content is protected !!