2025ના વર્ષને પૂર્ણ થવામાં હવે ગણતરીના કલાકો બાકી રહ્યા છે. ત્યારે 2025ને બાયબાય કરવા અને 2026ને વેલકમ કરવા યુવા હૈયાઓમાં ઉત્સાહ જોવા મળી રહ્યો છે. અમદાવાદ, સુરત, વડોદરા, રાજકોટ સહિતના શહેરોની હોટલોમાં અને પાર્ટી પ્લોટમાં ન્યૂ યરની પાર્ટીનું આયોજન કરાયું છે. લોકો શાંતિથી નવા વર્ષને આવકારી શકે તે માટે ચાર મહાનગરોમાં પોલીસ અને વહીવટીતંત્રએ ખાસ એકશન પ્લાન તૈયાર કર્યો છે. અમદાવાદ, સુરત અને વડોદરામાં જે રસ્તાઓ પર થર્ટી ફર્સ્ટની રાત્રે માનવ મહેરામણ ઉમટી પડે છે તે રસ્તાઓ પર વાહનો પર પ્રતિબંધ મૂકી વૈકલ્પિક રૂટ જાહેર કરાયા છે. થર્ટી ફર્સ્ટની ઉજવણી માટે નશો કરનારાઓનો નશો ઉતારવાની પણ પોલીસે તૈયારી કરી લીધી છે. બ્રેથ એનેલાઈઝરથી કડક ચેકિંગ કરાશે. રોમિયોને પાઠ ભણાવવા શી ટીમ સિવિલ ડ્રેસમાં પાર્ટીઓ અને ભીડવાળી જગ્યા પર તહેનાત રહેશે. અમદાવાદનો SBR અને CG રોડ સેલિબ્રેશન માટે તૈયાર
અમદાવાદ શહેરમાં દર વર્ષે થર્ટી ફર્સ્ટના સેલિબ્રેશન માટે હજારોની સંખ્યામાં લોકો સિંધુભવન રોડ અને સી.જી. રોડ પર ઉમટી પડતા હોય છે. ત્યારે અમદાવાદ પોલીસ અને વહીવટીતંત્ર દ્વારા પહેલાથી જ આ બંને રસ્તાઓ પર થનારી ઉજવણીને લઈ તૈયારી કરી લીધી છે. વાહનો અને પાર્કિંગને લઈ જાહેરનામું બહાર પાડી પ્રતિબંધિત અને વૈકલ્પિક રૂટ જાહેર કરાયા છે. વડોદરામાં થર્ટી ફર્સ્ટની ઉજવણીને લઈ તંત્રની તૈયારી
31 ડિસેમ્બરની ઉજવણીને લઈને વડોદરા શહેરમાં મોટી સંખ્યામાં લોકો નવા વર્ષની ઉજવણી કરવા રસ્તાઓ પર એકત્ર થાય છે. ખાસ કરીને ફતેગંજ સદરબજાર વિસ્તાર, સયાજીગંજ, સરદાર વલ્લભભાઈ પટેલ પ્રતિમા સર્કલ (ડેરીડેન સર્કલ), અલકાપુરી રોડ, ચકલી સર્કલ તથા શહેરના અન્ય વિસ્તારોમાં લોકો રોશની કરીને એકબીજાને શુભેચ્છાઓ પાઠવીને અને ઉત્સવ મનાવીને નવા વર્ષનું સ્વાગત કરે છે. આ ઉજવણી દરમિયાન વાહનચાલકોને અડચણ ન પડે, ટ્રાફિકનું સુચારુ સંચાલન થાય અને જાહેર જનતાની સલામતી જળવાઈ રહે તે હેતુથી વડોદરા શહેર પોલીસ કમિશનરે જાહેરનામું બહાર પાડ્યું છે. સુરતમાં 7000 પોલીસ અધિકારી-કર્મચારીઓ ખડેપગે રહેશે
વર્ષ 2025ના અંતિમ દિવસોમાં જ્યારે આખું શહેર નવા વર્ષની ઉજવણીના થનગનાટમાં છે, ત્યારે સુરત પોલીસ વિભાગે સુરતીઓની સલામતી સુનિશ્ચિત કરવા માટે એક સુરક્ષા ચક્ર તૈયાર કર્યું છે. સુરત પોલીસ કમિશનર અનુપમસિંહ ગેહલોતે સ્પષ્ટ કર્યું છે કે, “ઉજવણીનો આનંદ લો, પણ કાયદાની મર્યાદામાં રહીને.” પોલીસ આ વખતે અત્યાધુનિક ટેકનોલોજી અને હ્યુમન ઇન્ટેલિજન્સના સમન્વયથી સુરતને સુરક્ષિત રાખવા માટે સજ્જ થઈ છે. રાજકોટમાં રાત્રે માત્ર 35 મિનિટ જ ફટાકડા ફોડી શકાશે
થર્ટી ફર્સ્ટની ઉજવણીને લઈ રાજકોટ પોલીસ કમિશનર દ્વારા જાહેરનામું બહાર પડાયું છે. જાહેર જગ્યા અને રસ્તાઓ પર ફટાકડા ફોડવા પર પ્રતિબંધ મૂકાયો છે. નવા વર્ષને આવકારવા માટે લોકો રાત્રે 11:55 થી 12:30 સુધી ફટાકડા ફોડી શકશે.31 ડિસેમ્બરની રાત્રે 8 વાગ્યાથી પોલીસ દ્રારા તમામ જગ્યા પર પેટ્રોલીંગ શરૂ કરવામાં આવશે તેમજ કેટલાક મહત્વના ચોક પાસે વાહન ચેકીંગ પણ કરવામાં આવશે અને નશો કરી નીકળતા વાહન ચાલકો સામે ગુનો નોંધી કાર્યવાહી કરવામાં આવશે. વિવિધ શહેરોમાં થર્ટી ફર્સ્ટ પાર્ટીના આયોજન અને પાસની કિંમત
Copyright 2025. All right reserved. The Gujrat Live News Website Design by E- MEDIA Web & App - 7999906109
error: Content is protected !!