રાજ્યમાં છેલ્લા એક મહિનાથી લવ મેરેજ હોટ ટોપિક બન્યો છે. જેમાં આંતર જ્ઞાતિય લગ્નથી લઈ પ્રેમ લગ્નનો વિવિધ સમાજો દ્વારા વિરોધ કરવામાં આવી રહ્યો છે. માત્ર એટલું જ નહીં, હાલ વિવિધ સમાજો સરકાર સમક્ષ પ્રેમ લગ્ન માટે માતા પિતાની મંજૂરી ફરજિયાત કરવાની માંગ કરી રહ્યા છે. જેને પગલે સરકાર પણ આ અંગે વિચારણા કરી રહી છે. આ અતિ ચર્ચિત મુદ્દાને લઈ દિવ્ય ભાસ્કરે અમદાવાદી યુવાઓના વિચારો જાણવાનો પ્રયાસ કર્યો હતો. 13 જેટલા યુવક-યુવતીઓમાંથી મોટા ભાગના યુવાઓએ પ્રેમ લગ્નમાં માતા-પિતાની સહીને ફરજિયાત કરવાની વિચારણા સાથે સહમતિ દર્શાવી હતી.
