મહેસાણા મહાનગરપાલિકામાં ભેળવાયેલા 10 ગામ પૈકી ચાર ગામમાં વિરોધનો સૂર ઊઠ્યો છે અને આ ગામોમાં વિરોધના બેનર લગાવાયા છે. દેલા બાદ હવે હેબુવા, શોભાસણ અને રામપુરામાં પણ રાજકીય પક્ષોને પ્રવેશબંધીના બેનર લાગ્યા છે. હેબુઆ ગામના પ્રજાપતિ પ્રવીણભાઈએ કહ્યું કે, અમારે મહાનગરપાલિકામાં જોડાવવું નથી, આજે નહીંને કાલે નહીં..એક તરફ મહાનગરપાલિકાના પ્રથમ મેયરનું રોટેશન થયું છે. અને પછાત વર્ગ મહિલા પ્રથમ ટર્મમાં મેયરપદે રહેશે. બીજી તરફ મનપામાં નવા ભળેલા ગામો પૈકી ચાર ગામમાં વિરોધ થઇ રહ્યો છે. દેલા, રામપુરા, હેબુવા અને શોભાસણ ગામના આગેવાનો હાઈકોર્ટમાં ગયા
મહેસાણા મહાપાલિકાની રચના બાદ ગત 25 તારીખથી વધુ 10 આખાં ગામ અને લાખવડ ગામનો બાકીનો રેવન્યૂ વિસ્તાર મનપામાં સમાવીને હદ વિસ્તાર વધારાયો છે. જો કે, મનપામાં સમાવવા માટે અસંમત હોવા છતાં સરકારે મનપામાં સમાવ્યાં હોવાના મામલે દેલા, રામપુરા, હેબુવા અને શોભાસણ ગામના આગેવાનો હાઈકોર્ટમાં ગયા છે અને તેમના ગામને મનપામાં સમાવવા મુદ્દે લોકો વિરોધ કરી રહ્યા છે. દરમિયાન હેબુવા ગામે મનપામાં સમાવેશ મુદ્દે વિરોધ કરતું બેનર લાગતાં આ મુદ્દો ચર્ચાના ચગડોળે ચઢ્યો છે. મહાનગરપાલિકા હવે વધુ 10 ગામ આવરી લેવાયા
મહાનગરપાલિકા અસ્તિત્વમાં આવ્યાના 8 મહિના પછી વિસ્તરણ કરીને વધુ 10 ગામ અને અધૂરા લાખવડનો રેવન્યૂ વિસ્તાર આવરી લેવામાં આવ્યો છે. પૂર્વ તરફના ગામોને આવરી લઈને પશ્ચિમ અને પૂર્વ બંને તરફ મહાનગરપાલિકા વિસ્તાર સમતુલન કરવામાં આવ્યું છે. પહેલા અર્ધ ગોળાકારમાં મહાનગરપાલિકા વિસ્તાર હવે આ ગામોને ભેળવી દેવાયા પછી ભૌગોલિક રીતે ગોળાકારમાં આવ્યો છે. જાન્યુઆરીમાં નગરપાલિકા અને 14 ગામ સાથે 80 ચોરસ કિલોમીટર વિસ્તાર સાથે અસ્તિત્વમાં આવેલ મહાનગરપાલિકા હવે વધુ 10 ગામ અને લાખવડના બાકી સર્વે નંબરો આવરી લેવાતાં વધુ 40 ચોરસ કિ.મી.નો વધારો થઈને 120 ચોરસ કિલોમીટર વિસ્તાર હદની મહાનગરપાલિકા બની છે અને વસ્તી 4.30 લાખથી વધીને 4.53 લાખની થઈ છે. ‘અમારું ગામતળ છોડી અને સીમતળ તમે લો, પણ અમારી કોઈ રજૂઆત સાંભળી નથી’
ના જોડાવવાનું કારણ આપતા રામપુરા ગામના સરપંચે જણાવ્યું કે, પશ્ચિમ વિસ્તારના જે ગામડાઓ રહ્યા એમાં છ ગામને એમણે ગામતળ છોડી દીધું છે, અને અમે એવી રજૂઆત કરી હતી કે અમારું ગામતળ છોડી અને સીમતળ તમે લો, પણ અમારી કોઈ રજૂઆત સાંભળી નથી. બીજો એક અમારા રામપુરા ગામનો મુદ્દો એ છે કે અમારી લગભગ 40% સર્વે નંબર કુકસ ગામમાં આવે છે. તો કુકસ ગામમાં ઓલરેડી એમણે એ મહાનગરપાલિકામાં જોડાઈ ગયા છે. તો અમારા સર્વે નંબર તો મોટા ભાગના એમને મળી ગયા છે. તો અમારા ગામતળમાં લેવાથી કે ન લેવાથી મહાનગરપાલિકાને કોઈ ફરક પડતો નથી. ‘ના ભૌગોલિક સ્થિતિથી કે ના અમારા સીમ વિસ્તાર ઓલરેડી કુકસમાં છે’
બીજું એક કારણ એ છે કે અમારા ગામના બધા જ ખેડૂતો એક સીમાંત ખેડૂતો છે અને બધા પશુપાલન અને ખેતી ઉપર નભતા ખેડૂતો છે. હવે એ મહાનગરપાલિકામાં જોડાય તો એમના જમીનની જે કપાત થાય અને બીજા જે પશુપાલનનો જે ધંધો છે એના ઉપર અસર થાય. અમુક રોજેરોજની મજૂરી કરી અને ખાવાવાળા લોકો પણ છે. તો અમારી ગામની જે ભૌગોલિક સ્થિતિ અને આર્થિક સ્થિતિ અને જે સામાજિક સ્થિતિ છે, એને અનુલક્ષીને અમારું ગામ જે છે એ મહાનગરપાલિકાની રચનામાં કોઈ પણ રોલ ભજવી શકે એમ નથી. ના ભૌગોલિક સ્થિતિથી કે ના અમારા સીમ વિસ્તાર ઓલરેડી કુકસમાં છે તો એ તો મળી ગયો છે એમને. તો ગામતળમાં તો કંઈ કરવાનું રહેતું નથી. ‘અમારા ઠરાવને અવગણી અને સીધેસીધું અમારું ગામ લઈ લીધું છે’
વધુમાં જણાવ્યું કે, અમે આ બાબતે રજૂઆત એમએલએને, એમપીને, પછી જિલ્લા સદસ્ય, તાલુકા સદસ્ય, ગાંધીનગરમાં મુખ્યમંત્રી સુધી અમે રજૂઆત કરી, વિકાસ કમિશનરને રજૂઆત કરી, અગ્ર સચિવને રજૂઆત કરી, રાજ્યપાલ સુધી અમે લેટરો આપ્યા છે કે અમારી વાત સાંભળો, પણ અમારી વાત કોઈ સાંભળવા માટે તૈયાર નથી, અમારી જોડે કોઈ ચર્ચા કરવા માટે તૈયાર નથી. અમારા ઠરાવને અવગણી અને સીધેસીધું અમારું ગામ લઈ લીધું છે. તો અમારા ગામના લોકોની એક જ માંગણી છે કે છેલ્લા 30 વર્ષથી આપણે સત્તા પક્ષને એકતરફી વોટ આપતા રહીએ છીએ. તો આજે આ સમયે આપણું કેમ સાંભળે નહીં. અને અમારી જો ખરેખર તમારી મહાનગરપાલિકામાં જરૂરિયાત હોય અને અમે તમારા મહાનગરપાલિકાના કોઈ પણ રીતે વિકાસને અટકાવતા હોય તો અમને તમે સમજાવો કે કઈ રીતે અમે તમને અટકાવીએ છીએ, કારણ કે અમારો સીમ વિસ્તાર તો ઓલરેડી તમારે જોડે આવી ગયો છે. વિરોધ કરવા ગામમાં બૅનરો લગાવ્યા
વધુમાં જણાવ્યું કે, અમે અત્યારે વિરોધ કરવા ગામમાં બૅનરો લગાવ્યા છે ગામના લોકોને અમે મીટિંગ કરી હતી. હવે છેલ્લે અમે કોર્ટમાં પણ અત્યારે કેસ દાખલ કરેલો છે અને જો પણ કંઈક અમે ન્યાયતંત્ર પર પૂરો વિશ્વાસ છે કે અમને 100% ન્યાય મળશે. અને કદાચ કંઈ થશે તો આગળ પછી ચૂંટણીના બહિષ્કાર સુધીની વાતો અમારા ગામવાળાએ લોકોએ નક્કી કરેલ છે. ‘ગ્રામસભામાં ગામ લોકોએ વિરોધ કરેલો કે અમારે મહાનગરપાલિકામાં સમાવવું નથી’
હેબૂઆ ગામના પૂર્વ સરપંચ રાજપૂત કિરીટ સિંહએ જણાવ્યું કે, ગામ લોકોનો જે વિરોધ છે એ મહાનગરપાલિકામાં નહીં સમાવા બાબતનો છે એ ખરેખર સાચો જ છે. હેબુઆ ગામને સરકાર તરફથી તમામ વિકાસ અમને મળેલું જ છે. એટલે મહાનગરપાલિકામાં અમને કોઈ એવો વિકાસની જરૂર નથી. બીજું કે મહાનગરપાલિકામાં કોઈ પણ ગામનો સમાવેશ કરવો હોય તો એના સૌપ્રથમ ગામની અથવા ગ્રામજનોની મંજૂરી લેવી પડતી હોય અથવા એમનો સહયોગ લેવો પડે. પરંતુ આ સરકારે અમારી કોઈ મંજૂરી લીધેલી નથી સહયોગ નહીં લીધેલો અમારી ગ્રામસભામાં ગામ લોકોએ વિરોધ કરેલો કે અમારે મહાનગરપાલિકામાં સમાવવું નથી. તેમ છતાં આપખુદશાહી ચલાવી અને સરકાર અથવા તો મહાનગરપાલિકાના અધિકારીઓએ અમારા ગામનો સમાવેશ અમને કોઈપણ જાતની જાણ કર્યા સિવાય કરેલ છે. ‘અમારા ગ્રામજનોનો તમામનો વિરોધ છે’
તેમ છતાં પણ અમે ગ્રામસભામાં અને અન્ય ગામના લોકો વતી વિરોધ નોંધાયેલો છે અને મહાનગરપાલિકામાં સમાવેશ કરવા બાબતે અમારા ગ્રામજનોનો તમામનો વિરોધ છે. તેમ છતાં મહાનગરપાલિકામાં સમાવે એટલે અમારા ગામનો તમામનો વિરોધ છે. બીજું કે વિકાસની દ્રષ્ટિએ જોઈએ તો અમારા ગામની અંદર જો મહાનગરપાલિકાને જમીનનો અથવા તો એનો આ બધા વિકાસ કામોના અર્થે અમારા ગામને જો લેવામાં આવ્યું હોય, તો અમારું ગામ સંપૂર્ણ ઓ.એન.જી.સી. (ONGC) માં સમાયેલું છે. તમામ ગામની જમીનોમાં ઓ.એન.જી.સી.ની પાઇપલાઈનો આવેલ છે ઓ.એન.જી.સી.ના વેલ આવેલા છે, એટલે એમની જે એને કામગીરી અને ટીપી સ્કીમોમાં અમારી જમીનોનો કોઈ ઉપયોગ થાય તેમ નથી. ‘એકતરફી નિર્ણય કરી અમારા ગામને અન્યાય કરી અને એમાં સમાવવામાં આવેલ’
વધુમાં જણાવ્યું કે, મહેસાણા બાજુમાં પોચોટનગર છે એ પાંચ-પાંચ કિલોમીટર આયેલા છે, જ્યારે અમારું 8 થી 10 કિલોમીટરના અંતરે મહેસાણાથી દૂર અમારું ગામ આવેલું છે. તેમ છતા એકતરફી નિર્ણય કરી અમારા ગામને અન્યાય કરી અને એમાં સમાવવામાં આવેલ છે. જેથી અમારો એક જ માંગ છે પહેલા નજીકના ગામોના લો અને એમને કરો પછી એકતરફી અમારા 8 થી 10 કિલોમીટરના એરિયાને જો સમાવવામાં આવતું હોય ત્યારે અમારો સમાવેશ કરો. બાકી હાલની દ્રષ્ટિએ અમને અન્યાય કરવામાં આયો છે, તો આ અમારા ગામ લોકોની માંગણી છે અને અમારા ગામને મહાનગરપાલિકામાં નહીં સમાવવા માટેનો અમારો તમામનો વિરોધ છે. ‘નગરપાલિકામાં જવાનું થાય તો કાગળિયાથી માંડીને બધી બાબતોમાં અગવડતા ઊભી થાય’
હેબુઆ ગામના પ્રજાપતિ પ્રવીણભાઈએ વધુમાં કહ્યું કે, વિરોધ એટલા માટે છે કે આ એક મોંઘવારીનો પ્રશ્ન મોટો છે. સગવડની સામે અમારું ગામ પશુપાલન ખેતી સાથે સંકળાયેલું ગામ છે, છૂટક મજૂરી, તમે અત્યારે આવો તો બધા છૂટક મજૂરીથી ઘરે ખેતરમાંથી આવતા હશે. કોઈ એવું બીજું ઝાઝું છે નહીં ગામમાં તો આના કારણે પછી છોકરા ભણતા-ગણતા કાલ ઉઠીને આ પ્રશ્ન બને, નગરપાલિકામાં જવાનું થાય તો કાગળિયાથી માંડીને બધી બાબતોમાં અગવડતા ઊભી થાય. અહીંયા બધી સગવડ મળી રહેશે પંચાયત થ્રુ. અને મોંઘવારી જો ત્યાં જાય તો મોંઘવારી વધી જાય ખર્ચા પોસાય નહીં, ક્યાં જઈને શું કરવું, કોને મળવું, શું થાય એ બધા પ્રશ્નો ઊભા થાય .પછી કંઈ અમારું રહે નહીં. અમારી જે ગામની ટોટલી વિસ્તારની દ્રષ્ટિએ જોવા જઈએ તો બધું અહીંથી મેનેજ થાય છે હાલની તારીખમાં. કાલ ઉઠીને ક્યાં જશે? કોણ શું કરશે? કયો અધિકારી, કયા નેતા કે મતલબ કોઈ પણ આવે તો એનો ક્યાં જઈને ઊભું રહેવું અમારે એ પ્રશ્ન છે. અમારો કોઈ અધિકારી પછી રહેતો નહીં એવું અમને આ ગામ લોકોનું કહેવું છે ગામ લોકોનો સ્પષ્ટ વિરોધ છે કે આપણે આમાં આજે નહીં ને કાલે નહીં, નગરપાલિકામાં આપણે જોડાવવું નથી. એ બાબતે અમે આ ગામ લોકો ભેગા મળી અહીંયા બેનર લગાવ્યું છે અને સ્પષ્ટ વિરોધ કર્યો છે. ‘અમારે જોડાવું નથી, અમારું આખું ગામ વિરોધ કરી રહ્યું છે ‘
દેલા ગામના સરપંચ ચૌધરી કિરણભાઈએ જણાવ્યું કે, અમારે પશુપાલનનો ધંધો છે ખેતીવાડી છે, અને અમે એના પર નિર્ભર છીએ. અત્યારે હાલ અમારે વેરા ડબલ થઈ જાય, ચાર ગણા.અને ખેતીવાડીનો અને પશુપાલન ઉપર આ બધા બોજા ક્યાંથી લાવીને ભરવા ના મારે. પહેલી તારીખે જ્યારે જાહેરનામું પાડ્યું મહાનગરપાલિકાનું, એ ગામોને નતું જોડાવું જેને એમનો પાંચ નામ નીકળી ગયો એમાંથી. તો અમારા ગામનું નામ કેમ નથી કાઢતા આ લોકો?