પાટણ જિલ્લાના કોરડા ગામે શ્રી રામદેવ મહારાજના પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું છે

તારીખ 8/ 5 /2026 થી 10 /5/ 2026 ના શ્રી રામદેવ ગૌસેવા રામામંડળ અને સમસ્ત કોરડા ગ્રામજનો દ્વારા ભવ્ય પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ ઉજવવા જઈ રહ્યા છે તેમાં તારીખ 9 /5 /2026 ના રોજ રાત્રે ભજન સંતવાણીનું પણ આયોજન કરવામાં આવેલ છે જેમાં ગુજરાતના નામી અનામી કલાકારો ભજન સત્સંગનું રસપાન કરાવશે તો રામદેવપીરના અવસરે તમામ ધર્મ પ્રેમી જનતાને પધારવા શ્રી રામદેવ ગૌ સેવા રામા મંડળ દ્વારા આમંત્રણ પાઠવવામાં આવે છે
The Gujarat Live News અહેવાલ મુકેશભાઈ પ્રજાપતિ સાંતલપુર
