અમદાવાદ શહેરના જીવરાજબ્રિજ નીચે હત્યાનો બનાવ બન્યો હતો. ગઇકાલે(2 મે) ચાર અસામાજિક તત્વોએ ભેગા મળીને લાકડી અને લોખંડની પાઇપ વડે હુમલો કરી એક શખસને ઇજાગ્રસ્ત કર્યો હતો. ઇજાગ્રસ્તને સારવાર માટે ખાનગી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો જ્યાં સારવાર દરમિયાન તેમનું મોત થયું છે. મૃતક નટુ પરમારની પુત્રવધૂના પરિવારે પારિવારિક વિવાદમાં આ હત્યાને અંજામ આપ્યો છે. ઘટના બાદ આક્રોશિત પરિવારજનો મોટી સંખ્યામાં એકઠા થઈ ગયા હતા અને દારૂ-જુગારની પ્રવૃત્તિઓ બંધ કરાવવા માટે સૂત્રોચ્ચાર કર્યા હતા. સાથે જ રાજીવનગરથી જીવરાજ તરફ જતો રસ્તો પણ બંધ કરી દીધો હતો અને આરોપીઓના ઘરે તોડફોડ પણ કરી હતી. ગઇકાલે જ મૃતક પર પુત્રવધૂનો ફોન આવ્યો હતો, જેમાં તેમના પર હુમલો થવાનું તેને જણાવ્યું હતું. સાથે જ હત્યાના CCTV ફૂટેજ પણ સામે આવ્યા છે. જેમાં જોઈ શકાય છે કે 4 અસામાજિક તત્વો 22 સેકન્ડમાં લોખંડની પાઇપ અને ધોકાના 36 ફટકા મારે છે. પુત્ર કિટલી પર બેઠો હતો ત્યારે પિતા પર હુમલાની જાણ થઈ
સેટેલાઈટમાં રહેતા કૌશિક પરમાર નામના 25 વર્ષીય યુવકે આનંદનગર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે કે તેના પિતા નટુભાઈ પરમાર પ્લમ્બિંગનું કામ કરે છે. ગઇકાલે રાતે કૌશિક ચાની કિટલી પર બેઠો હતો ત્યારે તેના મિત્રએ જણાવ્યું હતું કે તેના પિતા નટુભાઈ પર કેટલાક લોકોએ હુમલો કર્યો છે. જેથી કૌશિક સ્થળ પર પહોંચ્યો હતો જે બાદ રિક્ષામાં કૌશિકના પિતા નટુભાઈને સારવાર માટે સેટેલાઈટની પારેખ હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા હતા. લોખંડની પાઇપો અને લાકડાના ધોકા વડે માથા-શરીરના ભાગે માર માર્યો
પારેખ હોસ્પિટલમાં સારવાર દરમિયાન નટુભાઈનું મોત થયું હતું. નટુભાઈ પર કનુ ઉર્ફે કાંતિ, હસમુખ, કેતન અને અન્ય બે શખ્સોએ ભેગા મળીને જીવરાજબ્રિજની નીચે બાપાસીતારામ મોબાઇલ શોપની પાસે લોખંડની પાઇપો અને લાકડાના ધોકા વડે માથા અને શરીરના ભાગે માર માર્યો હતો. હત્યા બાદ મૃતક પરિવારના સમર્થનમાં 300થી 400 લોકોનું ટોળું રોડ ઉપર ઉતરી આવ્યું હતું. રાજીવનગરથી જીવરાજ તરફ જવાનો રસ્તો સ્થાનિકોએ બંધ કરી દીધો હતો. જેને પગલે મોટી સંખ્યામાં પોલીસ બંદોબસ્ત પણ ગોઠવવામાં આવ્યો હતો. હત્યા બાદ મૃતક પરિવારના સમર્થનમાં 300થી 400 લોકોનું ટોળું રોડ ઉપર ઉતરી આવ્યું હતું. રાજીવનગરથી જીવરાજ તરફ જવાનો રસ્તો સ્થાનિકોએ બંધ કરી દીધો હતો. જેને પગલે મોટી સંખ્યામાં પોલીસ બંદોબસ્ત પણ ગોઠવવામાં આવ્યો હતો. હત્યા બાદ સ્થાનિકોમાં ભારે આક્રોશ જોવા મળ્યો હતો. મહિલાઓએ દારૂ-જુગારની પ્રવૃતિઓ બંધ કરાવવા સૂત્રોચાર કર્યા હતા. સાથે જ મૃતકના પરિવારજનો આરોપીના ઘરે તોડફોડ કરી હતી, પરંતુ પોલીસે તેમણે રોકી લીધા હતા. મામલો ગંભીર થતા ACP પણ સ્થળ પર દોડી આવ્યા હતા. અગાઉ પણ 60થી 70 લોકોના ટોળાએ ઘર પર હુમલો કર્યો હતો: મૃતકની દીકરી
મૃતકની દીકરીએ જણાવ્યું હતું કે અગાઉ પણ અમારી ઉપર 60થી 70 લોકોના ટોળાએ ઘર પર હુમલો કર્યો હતો, ત્યારે ગઈકાલે ફરીથી મારા પિતા પર હુમલો કરીને હત્યા કરી દેવામાં આવી છે. અમને પોલીસ તરફથી કોઈપણ મદદ અગાઉ પણ મળી નહોતી. અમારી બસ ન્યાયની માંગણી છે. આરોપીઓની ધરપકડ કરવામાં આવે અને અમારા પરિવારને પોલીસ સુરક્ષા પૂરી પાડવામાં આવે તેવી માગ કરી હતી. ‘અમારા દીકરાની હત્યા થઈ અમે પણ સામે જીવ લઈ લઈશું’
મૃતકના ભાઈએ જણાવ્યું હતું કે હું કાલે ઘરે હતો ત્યારે મને એક વ્યક્તિએ બોલાવ્યો હતો તેથી હું ઘટનાસ્થળે પહોંચ્યો ત્યારે મારો ભાઈ લોહીલુહાણ હાલતમાં પડેલો હતો. જેને અમે લોકો માથામાં દુપટ્ટા બાંધીને રિક્ષામાં બેસાડી સારવાર માટે લઈ ગયા હતા, પરંતુ સારવાર દરમિયાન મોડી રાત્રે મારા ભાઈનું મોત થયું છે. મારા ભાઈની હત્યા થઈ હવે અમે પણ સામે એમના દીકરાનો જીવ લઈ લઈશું. મૃતકની પુત્રવધૂના પરિવારે હુમલો કર્યો: મૃતકની બહેન
મૃતકની બહેનનું કહેવું છે કે મૃતકના દીકરા કૌશિકની પત્ની પિયરમાં રહેતી હતી. કૌશિકની પત્નીને પિયરના લોકો બંગલે કામ કરવા લઈ જતા હતા જે બાબતે રોકટોક કરી હતી. જેથી કૌશિકની પત્નીના પિયરના લોકોએ અગાઉ મૃતકના ઘર પર હુમલો કર્યો હતો અને ગઈકાલે નટુભાઇની હત્યા કરવામાં આવી છે. રાત્રે સાડા આઠ વાગ્યે હત્યાનો બનાવ બન્યો: ACP
હત્યાના બનાવ અંગે માહિતી આપતા ACP એસ.એમ પટેલે જણાવ્યું હતું કે આનંદનગર પોલીસ સ્ટેશન વિસ્તારમાં જીવરાજબ્રિજ પાસે ગઈકાલે રાત્રે સાડા આઠ વાગ્યે એક હત્યાનો બનાવ બન્યો હતો. 52 વર્ષીય મૃતક નટુભાઈ પરમારના દીકરા કૌશિકે ચાર વર્ષ પહેલાં પ્રેમલગ્ન કર્યા હતા. છેલ્લા છ મહિનાથી તેની પત્ની પિયરમાં હતી અને પરત આવતી નહોતી. આ બાબતે થયેલી બોલાચાલી અને અદાવતમાં આરોપીઓએ નટુભાઈ પર લોખંડની પાઇપ અને લાકડાના ડંડાથી હુમલો કર્યો હતો, જેમાં તેમનું મોત નીપજ્યું હતું. આરોપી કનુ ઉર્ફે કાંતિ લેલી, હસમુખ અને અન્ય બે વ્યક્તિઓને પકડવા માટે અલગ-અલગ ટીમો બનાવી પોલીસ તપાસ કરી રહી છે. હત્યાના બનાવ અંગે પળેપળની અપડેટ્સ માટે નીચેના બ્લોગમાંથી પસાર થઈ જાવ
Copyright 2025. All right reserved. The Gujrat Live News Website Design by E- MEDIA Web & App - 7999906109
error: Content is protected !!