એક તરફ રાજ્યમાં ધો-10 અને 12ની બોર્ડની પરીક્ષા ચાલી રહી છે, ત્યારે આજે (27 ફેબ્રુઆરી) સુરત પાસપોર્ટ ઓફિસ અને પોસ્ટ ઓફિસને બોમ્બથી ઉડાવવાનો ધમકીભર્યો મેલ મળતા તંત્ર દોડતું થયું હતું. તાબડતોડ બોમ્બ-ડોગ સ્કવોડની ટીમો ઘટનાસ્થળે પહોંચી ગઈ છે. સુરતના પીપલોદ વિસ્તારમાં આવેલી પાસપોર્ટ ઓફિસને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી મળતા સમગ્ર તંત્રમાં દોડધામ મચી ગઈ છે. ઘટનાની ગંભીરતાને ધ્યાનમાં લઈને ઉમરા પોલીસ અને ડોગ સ્ક્વોડની ટીમો તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી છે અને ઓફિસ પરિસરમાં સઘન તપાસ હાથ ધરી હતી. ગુજરાતની લગભગ મોટાભાગની પોસ્ટ ઓફિસને એક સરખો જ મેઇલ આવ્યો મળ્યો હતો, જે પોસ્ટ ઓફિસના સુપ્રિટેન્ડન્ટના મેઇલમાં આવ્યો છે. આ મેઇલને પગલે તમામ કચેરીઓને ખાલી કરી ચેકિંગ શરૂ કરવામાં આવ્યું હતું. સુરતની ધમકી બાદ ભૂલથી મેઇલ ફોરવર્ડ
સુરત પાસપોર્ટ ઓફિસને મળેલા ધમકીભર્યા મેઇલ બાદ તપાસમાં બહાર આવ્યું છે કે, આ આખી ઘટના એક મેસેજ મોકલવામાં થયેલી ભૂલને કારણે સર્જાઈ હતી. મેઇલ કે મેસેજમાં કોઈ ચોક્કસ સ્થળનો ઉલ્લેખ નહોતો. ગાંધીનગર SPના જણાવ્યા અનુસાર, એક વાઢેર નામની વ્યક્તિએ ભૂલથી આ મેસેજ ફોરવર્ડ કર્યો હતો, જેના કારણે તંત્ર હરકતમાં આવ્યું હતું. હાલ પોલીસ દ્વારા તે વ્યક્તિની પૂછપરછ કરવામાં આવી રહી છે. કોઈ પણ પ્રકારનો બોમ્બ કે જોખમ મળી આવ્યું નથી, એટલે કે સ્થિતિ સંપૂર્ણપણે સુરક્ષિત છે.
Copyright 2025. All right reserved. The Gujrat Live News Website Design by E- MEDIA Web & App - 7999906109
error: Content is protected !!