શહેરની સયાજી હોસ્પિટલના કોલ્ડ સ્ટોરેજમાં રાખવામાં આવેલો એક મહિલાનો મૃતદેહ ડિકમ્પોઝ (કોહવાઈ) થઈ જવાની ઘટના સામે આવતા પરિવારજનોએ ભારે રોષ સાથે હોબાળો મચાવ્યો હતો. આ મામલે હોસ્પિટલ સ્ટાફની ઘોર બેદરકારી અને ખરાબ વર્તનના ગંભીર આક્ષેપો સાથે બબાલ કરી હતી. જ્યારે ડોક્ટર્સ પર હુમલો થયો હોવાના પણ આક્ષેપ સાથે થયા હતા. આ મામલે દિવ્ય ભાસ્કરે હડતાલ પર ઉતરેલા ડોક્ટર્સ સાથે વાતચીત કરી હતી. આ ડોક્ટર્સે શું શું કહ્યું તે જાણવા ઉપરની તસવીર પર ક્લિક કરો
