પૂજ્યશ્રીઓ દ્વારા દરરોજ વ્યાખ્યાનમાં ધર્મદેશના આપવામાં આવી રહી છે, જેનો મોટી સંખ્યામાં શ્રાવક-શ્રાવિકાઓ લાભ લઈ રહ્યા છે.

આજરોજ રાધનપુર તીર્થના 24 દેરાસરના પૂજારીઓનું વિશેષ બહુમાન કરવામાં આવ્યું હતું.

પરમ પૂજ્ય નીતિસૂરીશ્વરજી મહારાજ સાહેબના સમુદાયના વડીલ પ્રવર્તિની માતૃહૃદય પરમ પૂજ્ય શ્રી નિરૂપમાશ્રીજી મહારાજ સાહેબના 98માં વર્ષમાં મંગલ પ્રવેશ તથા વિદુષી અને સ્વાધ્યાય પ્રેમી પરમ પૂજ્ય શ્રી કલ્પગુણાશ્રીજી મહારાજ સાહેબના 78માં વર્ષમાં મંગલ પ્રવેશના પાવન અવસર નિમિત્તે આ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું.

પરમ પૂજ્ય શ્રી શુચિરત્નાશ્રીજી મહારાજ સાહેબ તથા પરમ પૂજ્ય શ્રી હર્ષિતરત્નાશ્રીજી મહારાજ સાહેબની પાવન પ્રેરણાથી શેઠશ્રી સુમતિલાલ ઉત્તમચંદ પાટણવાળા પરિવાર તરફથી રાધનપુર તીર્થના તમામ દેરાસરના પૂજારીશ્રીઓ તથા તીર્થમાં સેવા આપતી કામવાળી બહેનોનું ભાવભર્યું બહુમાન કરવામાં આવ્યું હતું.

આ પ્રસંગે રાધનપુર જૈન સંઘ તેમજ મુંબઈ રાધનપુર જૈન સંઘના ભાઈઓ અને બહેનો મોટી સંખ્યામાં હાજર રહ્યા હતા. જેમાં શ્રી ભુપેન્દ્રભાઈ ધામી, શ્રી ઇન્દ્રવદનભાઈ ભેમાણી, શ્રી જગતભાઈ શાહ, શ્રી હિતેશભાઈ વારૈયા, શ્રી સુનિલભાઈ વારૈયા, શ્રી ધીરૂભાઈ સંઘવી, શ્રી અતુલભાઈ દોશી, શ્રી વસંતભાઈ ઝોટા (વારાહીવાળા), શ્રી રોહિત કે. મહેતા (પત્રકાર) તેમજ અન્ય સમાજના આગેવાનો અને ભાવિકો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા.

રાધનપુર એ પ્રાચીન જૈન તીર્થ છે. અહીં લગભગ 25 જેટલા જૈન દેરાસર આવેલા છે, જે 800 થી 1000 વર્ષ જેટલા પ્રાચીન છે. ‌

The Gujarat Live News અહેવાલ રોહિત કે મહેતા રાધનપુર

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You missed

Copyright 2025. All right reserved. The Gujrat Live News Website Design by E- MEDIA Web & App - 7999906109
error: Content is protected !!