ગાંધીનગર સચિવાલયના સ્વર્ણિમ સંકુલ–1 ખાતે મંત્રીની ઓફિસમાં રજૂઆત કરવા આવેલા એક અરજદારે મંત્રીની ઓફિસ બહાર આત્મહત્યા કરવાનો પ્રયાસ કરતા હલચલ મચી ગઈ હતી. મકસુદ ગુલઝાર (ઉંમર 40), જે અમદાવાદના વટવા વિસ્તારનો રહેવાસી છે, તેણે અચાનક ગળામાં બ્લેડ મારી આત્મહત્યા કરવાનો પ્રયાસ કર્યો હતો. ઘટના બનતા જ સચિવાલયમાં હાજર સુરક્ષા કર્મચારીઓ અને સ્ટાફ દોડી આવ્યા હતા અને તરત જ તેને સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો. રજૂઆત કરવા આવેલા શખ્સે ગળે બ્લેડ મારી આપઘાતનો પ્રયાસ કર્યો
મળતી માહિતી મુજબ, મકસુદ ગુલઝાર કોઈ કામ અંગે રજૂઆત કરવા સચિવાલયમાં આવ્યા હતા. આ દરમિયાન અચાનક તેણે પોતાની પાસે રહેલી બ્લેડથી ગળામાં ઘા મારી આત્મહત્યા કરવાનો પ્રયાસ કર્યો હતો. ઘટનાથી સચિવાલયમાં થોડા સમય માટે અફરાતફરી મચી ગઈ હતી. પ્રાથમિક સારવાર બાદ અમદાવાદ સિવિલ ખસેડાયો
તત્કાળ પ્રાથમિક સારવાર આપ્યા બાદ તેને ગાંધીનગરની સિવિલ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો છે, જ્યાં તેની સારવાર ચાલી રહી છે. હાલ તેની સ્થિતિ સ્થિર હોવાનું જણાવાઈ રહ્યું છે. ઘટનાને પગલે પોલીસ દ્વારા સમગ્ર મામલે તપાસ હાથ ધરવામાં આવી છે તેમજ અરજદારે આકસ્મિક પગલું કેમ ભર્યું તે અંગે પણ પૂછપરછ કરવામાં આવી રહી છે. અરજદાર માનસિક અસ્વસ્થ હોવાની માહિતી
આ અંગે પોલીસ સૂત્રોએ કહ્યું કે, અરજદારને તેના જ સમાજના વ્યક્તિ સાથે અંદરોઅંદર ઝગડો ચાલતો હોવાનું બહાર આવ્યું છે. જેની રજૂઆત માટે તે આવ્યો હતો. તે માનસિક રીતે અસ્વસ્થ હોવાનું જણાઈ આવે છે. જેની હાલત સ્થિર છે.