
Gujarat Judiciary: ન્યાયતંત્રમાં પડતર કેસોની સ્થિતિ ચિંતાજનક અને પડકારજનક બની રહી છે. હાલ ગુજરાત હાઈકોર્ટમાં 1.74 લાખ જ્યારે નીચલી અદાલતોમાં 19.67 લાખ જેટલા કેસો ચુકાદાની રાહમાં હોવાનું સામે આવ્યું છે. સમગ્ર દેશની હાઈકોર્ટમાં હાલ 63.61 લાખ જેટલા જ્યારે સુપ્રીમ કોર્ટમાં 82,755 જેટલા કેસ પેન્ડિંગ છે.
