અમદાવાદના રાણીપ વિસ્તારમાં રહેતી 38 વર્ષીય પરિણીતાએ પોતાના પતિ નિરવ અને પૂર્વ જેલ સુપ્રિટેન્ડેન્ટ રહેલા સસરા અરવિંદ અને સાસુ મીનાબેન વિરુદ્ધ ઘરેલુ હિંસા, દહેજ અને શારીરિક-માનસિક ત્રાસની ફરિયાદ નોંધાવી છે. પરિણીતાએ આરોપ લગાવ્યો છે કે, સસરાએ તેની પાસે અશ્લીલ માગ કરી હતી. સાથે જ હિડન કેમેરાથી નહાતા અને કપડાં બદલતા વીડિયો બનાવતા હતાં. સાથે જ ખુંખાર કેદીઓથી ગાયબ કરવાની ધમકી આપવાની સાથે બાહુપાશમાં ઝકડી લેતા હતાં. તો પતિ પણ દારૂ, કોલગર્લ્સ અને અન્ય મહિલાઓ સાથેના સંબંધોને લઈને ત્રાસ આપતો હતો. રાણીપ પોલીસે સમગ્ર મામલે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે. 2009માં લગ્ન થયા, પરિણીતા બે સંતાનની માતા
આ અંગેની પરિણીતાએ નોંધાવેલી ફરિયાદ મુજબ, તેના 2009માં સમાજના રીતરિવાજ મુજબ નિરવ સાથે લગ્ન થયા હતા. લગ્નજીવન દરમિયાન તેને એક દીકરી અને એક દીકરો છે. મહિલા લગ્ન બાદ સંયુક્ત પરિવારમાં રહેતી હતી અને પિયરે યથાશક્તિ મુજબ દહેજ આપ્યું હતું. તેના વડસસરા નિવૃત ડેપ્યુટી એજ્યુકેશન ડિરેક્ટર તેમજ એગ્રીકલ્ચર મિનિસ્ટરના પર્સનલ સેક્રેટરી રહી ચૂક્યા હતા, જ્યારે સસરા અરવિંદભાઈ જેલ વિભાગમાં સુપ્રિટેન્ડેન્ટ તરીકે ફરજ બજાવી ચૂક્યા છે. પતિ દારૂ-નોનવેજ પાર્ટી કરતો, પરિણીતાને પણ દારૂ પીવા દબાણ કરતો
મહિલાના જણાવ્યા મુજબ, શરૂઆતના સાત વર્ષ સુધી તેનું લગ્નજીવન ભારે સંઘર્ષભર્યું રહ્યું હતું. પતિ નિરવ અવારનવાર મિત્રો સાથે દારૂ અને નોનવેજ પાર્ટીઓ કરતો હતો અને મહિલાને પણ તેમાં જોડાવા દબાણ કરતો હતો. મહિલાને આવી પાર્ટીઓ પસંદ ન હોવા છતાં પતિ તેને ફેશનેબલ બનવા માટે દબાણ કરતો હતો. સાસરીયાઓએ તેને ભણવા અને સરકારી નોકરી મેળવવા બાબતે પણ રોકટોક કરી હતી અને કહેતા હતા કે, તારે આખી જિંદગી રસોડામાં જ કાઢવાની છે. પોર્ન ફિલ્મો બતાવી પતિ શરીર સંબંધ બાંધતો
સસરા વિરુદ્ધ જેલમાં નાણાની ઉચાપતનો કેસ થતા તેમને છોડાવવા માટે એક લાખ રૂપિયાની માંગણી કરવામાં આવી હતી. ત્યારબાદ ઘરમાં દારૂ અને નોનવેજ પાર્ટીઓ વધી ગઈ હતી અને પતિએ ઘરમાં જ દારૂનું વેચાણ શરૂ કરી દીધું હતું. મહિલાએ આરોપ લગાવ્યો છે કે, પતિ તેને તેના દેખાવ અંગે અપમાનિત કરતો હતો અને જબરદસ્તી પોર્ન ફિલ્મો બતાવી બાદમાં શરીર સંબંધ બાંધતો હતો. પતિના ફોનમાં કોલગર્લ્સના ફોટા અને પ્રેમિકાની ચેટ મળી
એક દિવસ પતિ દારૂ પીને ઘરે આવતા મહિલાએ તેનો મોબાઈલ તપાસ્યો હતો, જેમાં કોલગર્લ્સના ફોટા, પ્રેમિકા સાથેના ચેટ અને ફોટોગ્રાફ્સ જોવા મળ્યા હતા. પતિની પ્રેમિકા અલગ-અલગ ફ્લેવરની કેક લઈને ઘેર આવતી હતી અને છૂટાછેડા માટે દબાણ કરવામાં આવતું હતું. મહિલાએ વધુમાં આરોપ લગાવ્યો છે કે, સાસરીયાઓએ પિયરના મકાન પર કબજો મેળવવા દબાણ કર્યું હતું અને બળજબરીપૂર્વક નવ લાખ રૂપિયા લીધા હતા. સસરાએ ઘરમાં હિડન કેમેરા લગાવ્યાં, બાળકો સાથે મારવાનો પ્રયાસ કર્યો
સસરા અરવિંદભાઈ પોતાનો પ્રભાવ બતાવી ધમકી આપતા હતા કે, મારી પહોંચ બહુ ઉપર સુધી છે અને ખૂંખાર કેદીઓની મારી પાસે ફોજ છે, તને અને તારા બાળકોને ગાયબ કરી દેશે. ફરિયાદમાં સૌથી ગંભીર આક્ષેપ સસરાની હરકતોને લઈને કરવામાં આવ્યો છે. મહિલાના જણાવ્યા મુજબ, સસરા તેને કહેતા હતા કે તું મને બહુ ગમે છે અને ઘરમાં લગાવેલા સીસીટીવી તથા રૂમમાં હિડન કેમેરાથી તેના કપડા બદલતા અને નહાતા વીડિયો હોવાનો દાવો કરતા હતા. એટલું જ નહીં, સસરાએ તેને બાહુપાશમાં ઝકડી લેતા મહિલાએ બુમાબુમ કરતા છોડી દીધી હતી. સાથે જ સીડીમાં ઓઈલ ઢોળી તેને અને બાળકોને ઇજા પહોંચાડવાનો પ્રયાસ કર્યાનો પણ આક્ષેપ છે. સાસરીયાના સતત ત્રાસથી કંટાળી આખરે પરિણીતાએ રાણીપ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે.
Copyright 2025. All right reserved. The Gujrat Live News Website Design by E- MEDIA Web & App - 7999906109
error: Content is protected !!