ભચાઉ તાલુકામાં રાયથરી ગામ માં રાષ્ટ્રીય પક્ષીનો ખુલ્લેઆમ શિકાર!

ભચાઉ તાલુકાના રાયથરી ગામ વિસ્તારમાં રાષ્ટ્રીય પક્ષી મોરના શિકારની ગંભીર ઘટના સામે આવતા ગ્રામજનોમાં ભારે રોષ ફેલાયો છે. મળતી માહિતી મુજબ બે શખ્સોએ નિર્દયતાથી બે મોરનો શિકાર કર્યો હતો
ઘટના દરમિયાન નજીકમાં હાજર માલધારીએ સમગ્ર બનાવ જોઈ બૂમાબૂમ અને રાડો કર્યો હતો. માલધારીનો અવાજ સાંભળતા જ શિકારીઓ ગભરાઈ ગયા હતા, પરંતુ તેમ છતાં એક મોરને બાઇકમાં નાખી સ્થળ પરથી ફરાર થઈ ગયા હોવાનું સામે આવી રહ્યું છે.
રાષ્ટ્રીય પક્ષી મોર પણ હવે સુરક્ષિત નથી રહે્યું તેવી ચર્ચાઓ લોકોમાં ઉઠી રહી છે. ખુલ્લેઆમ થઈ રહેલા શિકારને લઈ વન વિભાગની કામગીરી સામે પણ સવાલો ઉભા થયા છે.
ગ્રામજનો દ્વારા શિકારીઓને ઝડપી કડક કાર્યવાહી કરવાની માંગ સાથે વિસ્તારમાં પેટ્રોલિંગ વધારવાની માંગ ઉઠી રહી છે. ઘટનાને લઈ લોકોમાં ભારે આક્રોશ જોવા મળી રહ્યો છે.
The Gujarat Live News અહેવાલ ધનજીભાઈ ચાવડા ભચાઉ કચ્છ
