મહાદેવભાઈ આયરે સમયસર રક્તદાન કરી મંજુબેન પરમારની સારવારમાં કરી મદદ
![]()
![]()
![]()
રાધનપુર તાલુકાના કાઠી ગામના રહેવાસી મંજુબેન બાબુભાઈ પરમારને ગંભીર તાવ અને મલેરિયાની અસરના કારણે શરીરમાં લોહીનું પ્રમાણ ઘટી જતાં તાત્કાલિક રક્તની જરૂરિયાત ઊભી થઈ હતી. પરિવાર માટે આ સમયે પરિસ્થિતિ ચિંતાજનક બની હતી.
મંજુબેનને તાત્કાલિક રક્તની જરૂર હોવાની જાણ થતાં ભુરાભાઈ મકવાણાએ મદદ માટે પ્રયાસો શરૂ કર્યા હતા. તેમણે વિવિધ લોકોનો ટેલિફોનિક સંપર્ક કરી રક્તદાતાની શોધખોળ હાથ ધરી હતી.
આ દરમિયાન રાધનપુર પોલીસ મથકમાં ફરજ બજાવતા TRB જવાન તેમજ પોલીસ જવાન મહાદેવભાઈ આયર મદદ માટે આગળ આવ્યા હતા. મહાદેવભાઈ આયરે સમયસર રક્તદાન કરીને મંજુબેનની સારવારમાં મહત્વપૂર્ણ મદદ કરી હતી.
પોલીસની ફરજ સાથે માનવતાની ફરજ પણ નિભાવતા મહાદેવભાઈ આયરના આ કાર્યની પરિવારજનો અને સ્થાનિક લોકો દ્વારા પ્રશંસા કરવામાં આવી હતી. મંજુબેનના પરિવારજનોએ ભુરાભાઈ મકવાણા તથા મહાદેવભાઈ આયરનો આભાર વ્યક્ત કરી તેમના માનવતાભર્યા કાર્યને બિરદાવ્યું હતું.
The Gujarat Live News ગોવાભાઈ આહીર પાટણ

