ગુજરાત હાઇકોર્ટ સહિત તમામ કોર્ટને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી મળી છે. જેને પગલે હાઇકોર્ટ તથા અમદાવાદની મેટ્રોપોલિટન અને સેશન્સ કોર્ટમાં ચેકિંગ કરવામાં આવ્યું છે. આ અંગે માહિતી મળતા જ પોલીસ, ફાયર અને બૉમ્બ સ્કવોડની ટીમ ઘટનાસ્થળે દોડી ગઈ હતી. ત્યાર બાદ કોર્ટ પરિસર ખાલી કરાવી BDDS(બોમ્બ ડિટેક્શન એન્ડ ડિસ્પોઝલ સ્કવોડ)ની ટીમે તપાસ શરૂ કરી હતી.કોર્ટને મળેલા મેલમાં લખ્યું છે કે, અમદાવાદ અને સુરતની તમામ કોર્ટમાં આરડીએક્સ બૉમ્બ મુક્યો છે. બીજી તરફ સુરતમાં પણ ઉચ્ચ પોલીસ અધિકારીઓ, બોમ્બ સ્ક્વોડ અને ડોગ સ્ક્વોડની ટીમ સાથે તાત્કાલિક ડિસ્ટ્રિક્ટ કોર્ટ પરિસરમાં પહોંચ્યા હતા. જ્યાં તમામ વકીલો તેમજ કોર્ટના કર્મચારીઓને તાબડતોબ બહાર સુરક્ષિત સ્થળે ખસેડવામાં આવ્યા છે અને હાલ સમગ્ર પરિસરમાં પોલીસ દ્વારા સઘન તપાસ શરૂ કરવામાં આવી છે.
Copyright 2025. All right reserved. The Gujrat Live News Website Design by E- MEDIA Web & App - 7999906109
error: Content is protected !!