છેલ્લા 24 કલાકમાં સૌરાષ્ટ્રના છૂટાછવાયા વિસ્તારોને બાદ કરતા બાકીના ગુજરાત પ્રદેશ અને કચ્છમાં હવામાન મુખ્યત્વે સૂકું રહ્યું. વરસાદની ગેરહાજરીમાં ભાદરવાનો તાપ લોકોને અકળાવી રહ્યો છે. બે દિવસમાં રાજ્યના મહત્તમ તાપમાનમાં 2 ડિગ્રી સેલ્સિયસનો વધારો થયો છે. શુક્રવારે ભૂજ અને ડીસા 38.6°C સાથે સૌથી ગરમ રહ્યાં. બીજી તરફ, દક્ષિણ-પશ્ચિમ ચોમાસાની વાપસીની રેખા રાજ્યના ડીસા અને નલિયા પરથી પસાર થઈ રહી છે. આગામી 24 કલાકમાં ચોમાસું ગુજરાતના મોટા ભાગના વિસ્તારોમાંથી વિદાય લે તેવી સાનુકૂળ પરિસ્થિતિઓ સર્જાઈ રહી છે. હવામાન વિભાગ દ્વારા આગામી 7 દિવસ દીવ, દમણ અને દાદરા નાગર હવેલી સહિત રાજ્યના તમામ જિલ્લાઓમાં હવામાન સંપૂર્ણપણે સૂકું રહેવાની શક્યતા વ્યક્ત કરી છે. આ સમયગાળામાં કોઈ ભારે વરસાદની શક્યતા નથી. ચોમાસાની વિદાય રેખા ડીસા-નલિયા પરથી પસાર, જુઓ તસવીરમાં… સૌરાષ્ટ્ર-કચ્છમાં 24% વરસાદની ઘટ
રાજ્યમાં આ ચોમાસાની સિઝનમાં અત્યારસુધી સરેરાશ 11 ટકા વરસાદની ઘટ નોંધાઈ છે. ખાસ કરીને સૌરાષ્ટ્ર અને કચ્છ વિસ્તારમાં 24 ટકા વરસાદની ઘટ નોંધાઈ છે. ચોમાસાની વિદાયની પ્રક્રિયા આગળ વધતાં હવે વરસાદની શક્યતાઓમાં ઘટાડો જોવા મળી રહ્યો છે અને હવામાન ધીમે ધીમે સૂકું બનવાની દિશામાં છે. ચોમાસાની વિદાય સાથે ઓક્ટોબરમાં ગરમી વધશે
હવામાન વિભાગના વૈજ્ઞાનિક રામાશ્રય યાદવના જણાવ્યા મુજબ, હાલમાં અલ-નીનોની સ્ટ્રોંગ સિસ્ટમ સક્રિય છે, તેની અસર વર્ષના અંત સુધી જોવા મળી શકે છે. અલ-નીનોની અસરને કારણે ઓક્ટોબર મહિનામાં તાપમાન સામાન્ય કરતાં વધુ રહેવાની શક્યતા વ્યક્ત છે. એટલે કે, ચોમાસાની વિદાય બાદ ઓક્ટોબરમાં રાજ્યમાં ગરમીનો અનુભવ સામાન્ય કરતાં વધુ થઈ શકે છે. રાજ્યમાં આગામી એક અઠવાડિયા સુધી મહત્તમ અને ન્યૂનતમ તાપમાનમાં કોઈ મોટા ફેરફારની સંભાવના નથી. બે દિવસમાં તાપમાનનો પારો 37.8°C પહોંચ્યો
રાજ્યના મુખ્ય શહેરોમાં ગરમીનો પારો સતત વધી રહ્યો છે. 1 ઓક્ટોબરે કંડલા એરપોર્ટ 37.8°C તાપમાન સાથે રાજ્યનું સૌથી ગરમ સ્થળ હતું, જ્યારે 2 ઓક્ટોબરે ભૂજ અને ડીસામાં તાપમાન વધીને 38.6°Cએ પહોંચતા આ બંને શહેરો સૌથી ગરમ નોંધાયા હતા. 2 ઓક્ટોબરના રોજ રાજકોટ અને સુરેન્દ્રનગરમાં પણ ગરમી વધીને 37.8°C થઈ હતી. મધ્ય અને દક્ષિણ ગુજરાતના મોટા શહેરોમાં પણ નોંધપાત્ર ઉછાળો જોવા મળ્યો હતો, જેમાં અમદાવાદનું તાપમાન 36.0°Cથી વધીને 37.0°C, વડોદરાનું 35.8°Cથી વધીને 37.2°C, ગાંધીનગરનું 35.4°Cથી વધીને 36.5°C અને સુરતનું તાપમાન 35.4°Cથી વધીને 36.8°C નોંધાયું હતું. દરિયાકાંઠાના અને સૌરાષ્ટ્રના વિસ્તારોમાં પણ તાપમાન વધ્યું હતું, જે દર્શાવે છે કે ઓક્ટોબરના પ્રારંભે સમગ્ર રાજ્યમાં ગરમીનું પ્રમાણ વધ્યું છે.