ખેડૂત જગતનો તાત છે. પણ તે ખરેખર રેવન્યુના કાયદામાં પીછાતો રહેલો છે. ત્યારે આવા કપરા સમયમાં ખેડૂતોને તે વિશે પરફેકટ અને સાચી માહિતી ઓછી મળતી હોય છે.

તો તે માટે ખેડૂત ઘણાં તજજ્ઞો ને મળવા છતાં યોગ્ય રસ્તો જડતો નથી. ત્યારે ખેડૂતોના સાચા રાહબર તેમજ રેવન્યુ ગુરુ રમણીકભાઈ કોટડીયાએ ખેડૂત રેવન્યું માગદર્શન કેમ્પ યોજી રહ્યા છે. આજે આ ૧૩ મો રેવન્યું તાલીમ કેમ્પ યોજાઈ રહ્યો છે અને તેમાં ખેડૂતો આશરે ૧૭૦૦ કિલોમીટર દૂર થી લાભ લેવા આવે છે.અને ખેડૂતો અહીં સાચી માહિતી લઈ હળવા થાય છે. તેમજ આ તાલીમ કેમ્પનો હેતું ખેડૂતો રેવન્યું કાયદાથી જાગ્રત થાય અને પોતે પોતાનો વકીલ બને તેમજ પોતે પોતાનું તેમજ પરિવારનું તેમજ સમાજને ઉપયોગી થઈને ખેડૂતોના રેકર્ડ ચોખ્ખા થાય અને ખેડૂતો-ખેડૂતો વચ્ચે કજીયા ઓછા થાય તે જ છે.અને તાલીમ કેમ્પમાં જમવા રહેવા અને નાસ્તા-પાણી સાથેનું આયોજન થાય છે. તેમજ ખેડૂતોની તાલાવેલી અને રેવન્યું રેકર્ડના જાગૃતતા માટે આ ૧૩માં તાલીમ કેમ્પમાં તા.૧૫ મી માર્ચ ૨૦૨૬ના રોજ સવારે ખેડૂતોના ઇસ્ટ દેવ અને ભગવાન કૃષ્ણના મોટાભાઈ ભગવાન બલરામ સેવાધામનું આ કુદરતી સૌન્દર્યમાં ભૂમિ પૂજન આશરે ૧૧ દંપતિ અને ભૂદેવોની સાક્ષીમાં પવિત્ર શ્લોકોના ઉરચારણથી આશરે ૫૦૦ ખેડૂતોની હાજરીમાં ભૂમિપૂજન કરવામાં આવશે. તેમજ આજે તા.૧૪મી માર્ચના રોજ પ્રથમ દિવસે જમીન રેકર્ડ વિશે ખુબજ સરળ શબ્દોમાં તાલીમ આપી રહ્યા છે. મુખ્ય વિષયો-કુવા / બોરની નોંધણી ના સોગંદનામા, તેમના હકપત્રક નોંધ દાખલ કરવી,રદ કરવી, બોજો ગીરો મુક્તિ કરવાની અરજી, પેઢીનામું મેળવવા અંગેની અરજી, તેમજ રેવન્યું ને લગતી કોઈ પણ અ૨જી કયાં અને કેવી રીતે કરવી તે પેમ્પલેટ સાથે તાલીમ આપે છે.તેમજ ગ્રામ પંચાયતમાંથી મળતા રેકર્ડ, જમીન દફતર અને સીટી સર્વે કચેરીમાંથી મળતા દસ્તાવેજો, પરિશિષ્ટ ની માહિતી, ખેડૂત તેમજ તેમના ખેતર ના નામ સુધારા માટે, રીસર્વે પ્રમોલગેશન ક્ષતિ સુધારણા, ટાઇટલ પત્રક, પોત ખરાબા, વારસાઈ હૈયાતી, કે.જે.પી.માપણીમાં ભૂલ સુધારો, બ્લોક વિભાજન, એકત્રીકરણ, સોલવન્સી સર્ટી, મરણ નોંધ સર્ટી, આર આર ટી, રસ્તાના દાવા માટે અગત્યના મુદ્દાઓ, જમીન મિલ્કતને લગતી પ્રશ્નોતરી વગેરે ઉપર તટસ્થ, સાચી અને પોજેટીવ માહિતી આપી રહ્યા છે.તેમજ બલરામ સેવાધામ ભૂમિપૂજનમાં સહયોગી મિત્રોને પરિવાર સાથે જોડાશે. એવી માહિતી ભારતીય કિસાન સંઘ બાબરા તાલુકા પ્રમુખ તેમજ પત્રકાર શ્રી ભાનુભાઈ પાનશેરીયાએ જણાવ્યું છે.

The Gujarat Live News ગોવાભાઈ આહીર પાટણ

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Copyright 2025. All right reserved. The Gujrat Live News Website Design by E- MEDIA Web & App - 7999906109
error: Content is protected !!