પાટણ જિલ્લાના વારાહી ગામમાં રાષ્ટ્રીય દલિત અધિકાર મંચ સાંતલપુર તાલુકા દ્વારા ગુજરાત કોંગ્રેસ કાર્યકારી પ્રમુખ વડગામ ધારાસભ્ય શ્રી જીગ્નેશભાઈ મેવાણી સાહેબના સમર્થનમાં મામલતદાર સાહેબ શ્રી કચેરી વારાહી ખાતે આવેદન પત્ર પાઠવવામાં આવ્યું જેમાં કોંગ્રેસના માજી ધારાસભ્ય શ્રી રઘુભાઈ દેસાઈ જયાબેન ઠાકોર રતિલાલભાઈ મકવાણા રાણવા મહેશભાઈ મહેબૂબ ખાન મલેક અને બોહડી સંખ્યામાં લોકો હાજર રહ્યા હતા

રઘુભાઈ દેસાઈ દ્વારા જણાવવામાં આવ્યું હતું કે સરકારની રહેમ નજર વગર આ દેશમાં ડ્રગ્સ દારૂ કોઈ પણ રીતે થઈ શકે નહીં રતિલાલભાઈ મકવાણા દ્વારા મામલતદાર શ્રી ને જણાવવામાં આવ્યું હતું કે જો આ પ્રશ્નનો યોગ્ય નિકાલ નહીં કરવામાં આવે તો ટૂંક સમયમાં ગામડે ગામડે આક્રોશ રેલીનું આયોજન કરવામાં આવશે જ્યારે ગુજરાતમાં ધારાસભ્યશ્રી જીગ્નેશભાઈ મેવાણી દ્વારા જે ડ્રગ્સ દારૂ ગુજરાતમાં બંધ થાય અને ગુજરાતમાં દારૂ જેવા દાનવનો નાશ થાય અને સમગ્ર ગુજરાત વ્યસન મુક્ત બને તે માટે મોહિમ ચલાવી રહ્યા છે ત્યારે તેઓને લોકોનું પણ સમર્થન મળી રહ્યું છે
The Gujarat Live News અહેવાલ મુકેશભાઈ પ્રજાપતિ સાંતલપુર
