
Bomb threat email : અમદાવાદમાં બોમ્બ ધમકીનો સિલસિલો યથાવત રહ્યો છે. આજે સવારે મદીનાથી હૈદરાબાદ જઈ રહેલી એક ઈન્ટરનેશનલ ફ્લાઈટમાં બોમ્બ હોવાની ધમકી મળ્યા બાદ હવે ગુજરાત હાઈકોર્ટને પણ બોમ્બથી ઉડાવી દેવાની ધમકી મળતા તંત્રમાં દોડધામ મચી ગઈ છે.
મળતી માહિતી અનુસાર ગુજરાત હાઈકોર્ટના સત્તાવાર ઈમેલ આઈડી પર એક નનામી ઈમેલ આવ્યો હતો. જેમાં દાવો કરવામાં આવ્યો હતો કે હાઈકોર્ટ પરિસરમાં બોમ્બ પ્લાન્ટ કરવામાં આવ્યો છે અને તાત્કાલિક કોર્ટ ખાલી કરવામાં આવે. આ ગંભીર ધમકીના પગલે પોલીસ અને સુરક્ષા એજન્સીઓ તાત્કાલિક હરકતમાં આવી ગઈ હતી.
