આજરોજ નવા વર્ષની સુપ્રભાત સેવા નાં ભાવ રુપે અમારી શાખાના સન્માનીય સભ્ય તથા એઇમ્સ હોસ્પિટલ ના સેવાભાવી ડૉ. શ્રી અમૃતભાઈ પી ઝાલા સાહેબે તેમના માતૃશ્રી સ્વ. કાંતાબેન પાનાચંદભાઇ ની સાતમી પુણ્યતિથિ નિમિત્તે ખૂબ જ નજીવા દરે તમામ પ્રકારના રીપોર્ટ કરાવી તથા ઓપીડી ચાર્જ ફ્રી સાથે એક ભવ્ય કેમ્પ નું આયોજન એઇમ્સ હોસ્પિટલ ખાતે કરવામાં આવ્યું હતું.

આ પ્રસંગે શાખાના મંત્રી શ્રી મુકેશભાઈ મોઢ, ખજાનચી શ્રી ભરતભાઈ પંચાલ, સેવા ગતિવિધિ કન્વીનર શ્રી ડૉ પ્રશાંતભાઈ પ્રજાપતિ અને સહ કન્વીનર ડૉ દેવેન્દ્રભાઈ ચૌધરી તથા મહિલા સભ્ય શ્રીમતી હર્ષાબેન મોઢ હાજર રહી ડૉ. અમૃતભાઈ ઝાલા સાહેબ ને ભારત વિકાસ પરિષદ પાલનપુર શાખા નુ રજતજયંતિ સોવીનિયર અર્પણ કરી સન્માન કરવામાં આવ્યું હતું.આ કેમ્પ માં પાલનપુર તાલુકાના ૮૦ થી વધુ દર્દીઓ એ લાભ લીધો હતો.
The Gujarat Live News અહેવાલ ભુપેન્દ્ર કુમાર જોષી બનાસકાંઠા
