પાટણ જિલ્લાના સાંતલપુર તાલુકાના છાણસરા ગામે દલિત સમાજ દ્વારા આયોજિત ઓકસન ડે ક્રિકેટ ટુર્નામેન્ટ – સિઝન 1 નું ભવ્ય આયોજન રવિવાર તા. 07-12-2025 ના રોજ કરવામાં આવ્યું હતું.

સમાજમાં ભાઈચારાની ભાવના, એકતા અને ખેલદિલી વિકસે તે હેતુથી આ એક દિવસીય ક્રિકેટ ટુર્નામેન્ટનું આયોજન કરવામાં આવ્યું હતું.
આ ટુર્નામેન્ટના સફળ આયોજનમાં હિતેશ રાઠોડ (રાજુસરા), અક્ષય પરમાર (મઢુત્રા), બાબુ પરમાર (બરારા), નવિન પરમાર (મઢુત્રા), કમલેશ ચૌહાણ (એવાલ), પ્રકાશ રાઠોડ (છાણસરા) અને જીગર રાઠોડે નોંધપાત્ર યોગદાન આપ્યું હતું.
ટુર્નામેન્ટમાં ચાર ટીમોએ ભાગ લીધો હતો, જેમાં
સ્ટાર ઇલેવન (કેપ્ટન: હિતેશ રાઠોડ),
રાધે ઇલેવન (કેપ્ટન: નવિન સિંગલ),
ફ્રેન્ડ ઇલેવન (કેપ્ટન: કમલેશ ચૌહાણ),
જય ભીમ ઇલેવન (કેપ્ટન: નવિન પરમાર) સામેલ હતી. તમામ મેચો 10 ઓવર આધારે રમાડવામાં આવી હતી.
ક્વોલિફાયર, સેમીફાઇનલ અને ફાઇનલ મુકાબલાઓમાં ખેલાડીઓએ શાનદાર પ્રદર્શન કરી દર્શકોને રમતમાં ખૂણેખૂણાં સુધી રોમાંચિત કરી દીધા હતા. ફાઇનલ મેચમાં ફ્રેન્ડ ઇલેવનએ દમદાર રમતના આધારે વિજય મેળવ્યો હતો, જ્યારે રાધે ઇલેવન રનર્સ-અપ બની હતી.
ફાઇનલ મેચમાં પ્રવિણ પરમારને મેન ઓફ ધ મેચ, સમગ્ર ટુર્નામેન્ટમાં શ્રેષ્ઠ પ્રદર્શન બદલ કમલેશ ચૌહાણને મેન ઓફ ધ સીરિઝ તથા પ્રવિણ પરમારને બેસ્ટ બોલર તરીકે પસંદ કરવામાં આવ્યા હતા.
મેચોની જીવંત કોમેન્ટ્રી ખેંગારભાઈ ડીસા, બજરંગ ડી.જે. મઢુત્રા દ્વારા કરવામાં આવી હતી તેમજ ન્યૂ ચામુંડા મોબાઇલ ચેનલ, રાધનપુર યુટ્યુબના માધ્યમથી લાઈવ પ્રસારણ કરવામાં આવ્યું હતું.
ટુર્નામેન્ટને જોવા માટે છાણસરા તેમજ આસપાસના અનેક ગામોના ક્રિકેટ પ્રિયજનો મોટી સંખ્યામાં ઉમટ્યા હતા. સાથે સામાજિક તથા રાજકીય આગેવાનો પણ ખાસ હાજરીમાં રહ્યા હતા. આયોજકો દ્વારા તમામ મહેમાનો અને આગેવાનોને ટ્રોફી આપી સન્માનિત કરવામાં આવ્યા હતા. વિજેતા ટીમો અને શ્રેષ્ઠ ખેલાડીઓને ઇનામો તથા ટ્રોફી એનાયત કરવામાં આવી હતી.
આ માહિતી એમ. જીવણભાઈ બગડા દ્વારા આપવામાં આવી હતી.
The Gujarat Live News ગોવાભાઈ આહીર પાટણ
