આશરે 3 હજાર કરતા વધુ ભક્તોએ વિધિ વિધાન સાથે મંદિરમાં ‘ચોથની ઉજવણી’ કરી ધન્યતા અનુભવી.

સંસ્થાની સુઆયોજિત વ્યવસ્થા અને સ્વયંસેવકોની મદદથી અત્યાર સુધીનો સૌથી વધુ અને રેકોર્ડ બ્રેક આશરે 30 હજાર કરતા વધુ ભક્તોએ ‘મોરેયા -ફળાહાર’ નો લાભ લીધો.
ઊંઝા તાલુકાના ઐઠોર ગામે અતિ પ્રાચીન એવા સિંદૂરીયા દેવ શ્રી ગણપતિ દાદાના દર્શનાર્થે ભક્તોની લાંબી લાઈન લાગી હતી.
આજની સંકટ ચોથ એ વર્ષની એકમાત્ર ચોથનુ વ્રત લેવા અને મુકવાની ચોથ ગણાય છે.
શાસ્ત્રોકત વિધિવિધાન સાથે આખો દિવસ પ્રકાંડ પંડિતો મારફતે મંદિર તરફથી સાવ સામાન્ય દરે આ વિધિ ભક્તોને પૂર્ણ કરાવી ચોથ ઉજવવામાં આવતી હોય છે. આ વર્ષે આશરે 3 હજાર કરતા વધુ ભક્તોએ આ વ્રત ઉજવવાનો લાભ લીધો.
સનાતન ધર્મમાં પ્રથમ પૂજનીય શ્રી ગણેશ હજારો ભક્તોના આરાધ્ય દેવ મનાય છે. તેમના માટે સંકટ ચોથનું મહત્વ ખુબ જ હોય છે, તેમાંય આજની આખા વર્ષની સૌથી મોટી માગસર મહિનાની ચોથ હોય ત્યારે દૂર દૂરથી ભક્તો દર્શનાર્થે આવતા હોય છે.
સખ્ત ઠંડીમાં પણ અનેક સંઘોવાળા પોતાના રથ લઇ પગપાળા ચાલતા આવી દર્શન કરી ધજા ચડાવી પોતાની મનોકામના પૂર્ણ કરવા પ્રાર્થના કરતા હોય છે.
શ્રી ગણપતિ મંદિર સંસ્થા, ઐઠોર તરફથી આ વર્ષે પણ ચા – પાણી અને ફળાહારની નિઃશુલ્ક વ્યવસ્થા દર્શનાર્થીઓ માટે રાખેલી હતી.
સેવકો દ્વારા ગાડી પાર્કિંગની પણ ખુબ સરસ વ્યવસ્થા કરવામાં આવી હતી.
શ્રી ઐઠોરા ગણેશની આજની ચોથ નિમિત્તે સ્વયંસેવકોની જબરદસ્ત સેવા બદલ પ્રમુખ શ્રી બાબુભાઇ પટેલ અને સમગ્ર ટ્રસ્ટી મંડળે તેમનો આભાર માન્યો હતો.
The Gujarat Live News
અહેવાલ : આશિષ પટેલ, ઐઠોર
Mo: 987 986 1970
