રાષ્ટ્રીય સ્વયં સેવક સંઘ શતાબ્દી વર્ષ નિમિત્તે ઘર ઘર સંપર્ક અભિયાન અંતર્ગત પાટણના ચંદ્રુમાણા માં ઘર ઘર સંપર્ક યોજના ની શરૂઆત બ્રહ્મચારી નિત્યાનંદજી મહારાજ ની ઉપસ્થિતિમાં રામજી મંદિર થી શરૂ કરવામાં આવી..

જેમાં ગામના તમામ શેરી મહોલ્લા માં ઘર ઘર સંપર્ક અને પાંચ પરિવર્તન ના વિષય ને નિરૂપણ કરતી પત્રિકા તેમજ શુલ્કવાળા પુસ્તકનું વિતરણ કરવામાં આવ્યું. જે આપણને ન ગમતી બાબતનો વ્યવહાર બીજા સાથે ન કરવો …પ્રકૃતિનું જતન કરવું …..આપણી સંસ્કૃતિમાં સામાજિક સમરસતા …. સ્વદેશી નો ઉપયોગ વધારવો ….તેમજ પરિવાર પ્રબોધન એટલે કે પરિવાર સાથે બેસીને દરરોજ સમાજ અને પરિવારની બાબતો વિશે ખાસ તો બાળકો સાથે બેસીને રચનાત્મક બાબતોની ચર્ચા કરવી.. પર્યાવરણ રક્ષણ માટે પ્રયત્ન કરવા …ઘર ઘર સંપર્ક માં મહેસાણા વિભાગના શારીરિક શિક્ષણ પ્રમુખ પ્રવિણસિંહ ગોહિલ,પાટણ તાલુકા સંઘચાલક રમેશ ભાઈ સોની .પાટણ જિલ્લા વિશ્વ હિન્દુ પરિષદ પૂર્વ પ્રમુખ નીતિનભાઈ વ્યાસ ..આનંદભાઈ દેસાઈ વગેરે ના કાર્યને જોઈને ચંદ્રુમાણા વાલ્મિકી સમાજ ના અગ્રણીઓ શ્રી મીઠાભાઈ .અને જગદીશભાઈ તેમજ મંગાભાઈ એ..આવા કાર્યથી પ્રભાવિત થઈને કાર્યકરોને તેમના સમાજ વતી સાલ અને ખેસ થી સન્માનિત કર્યા હતા
The Gujarat Live News ગોવાભાઈ આહીર પાટણ
