તા. ૨૮-૧૨-૨૦૨૫(રવિવાર)ના રોજ સનનગર સિનિયર સિટીઝન મંડળ, સિદધપુર દ્વારા કોમન પ્લોટમાં સવારે ૧૦-૩૦ વાગ્યાથી છ માસિક (જુલાઈ થી ડીસેમ્બર) સામુહિક જન્મદિવસ ઉજવણી કાયૅક્રમનું આયોજન કરવામાં આવેલ.

જેઓએ સાથે મળીને માવાકેક કાપી તેમજ બુકે અને પસૅનલ બેગ દ્વારા સન્માનિત કરવામાં આવ્યા હતા. સન્માનિત થયેલ સભ્યશ્રીઓની કુલ સંખ્યા-૬૦ હતી (પુરુષ-૪૨, સ્ત્રી-૧૮). જે દરેકને સનનગર સિનિયર સિટીઝન મંડળ તરફથી મુસાફરી બેગ ભેટ આપવામાં આવેલ હતી.
કાયૅક્રમનું સુંદર સંચાલન શ્રી વિનુભાઇ રાવળ દ્વારા કરવામાં આવેલ. શ્રી જીતુભાઈ રાવલ દ્વારા સન્માનિત સભ્યોને સારા આરોગ્યના આશીર્વાદ આપેલ. કાયૅક્રમમાં કુલ-૧૭૦ સભ્યોએ ભોજનનો લાભ લીધેલ.
કાયૅક્રમને સફળ બનાવવા મંડળ ના સૌ હોદ્દેદારોએ ભારે જહેમત ઉઠાવેલ.
The Gujarat Live News ગોવાભાઈ આહીર પાટણ
