સાંતલપુર સ્થિત ચોવીસ ચોરાડ વણકર સમાજવાડીમાં તા. 28/12/2025 ના રોજ ચોવીસ ચોરાડ વણકર સમાજ (અનુસૂચિત જાતિ સમાજ) દ્વારા મહત્વપૂર્ણ સામાજિક બેઠક યોજાઈ હતી.

બેઠકની શરૂઆત વિશ્વરત્ન ડૉ. બાબાસાહેબ આંબેડકરને માલ્યાઅર્પણ, ફુલહાર તથા દીપ પ્રાગટ્ય કરી ભાવભર્યા નમન સાથે કરવામાં આવી હતી. ત્યારબાદ સમાજના વિકાસને લગતા વિવિધ મુદ્દાઓ પર વિસ્તૃત ચર્ચા-વિચારણા હાથ ધરવામાં આવી.
સમાજમાં શિક્ષણનું સ્તર વધારવા માટે વિશેષ ભાર મૂકવામાં આવ્યો હતો. આવનારા સમયમાં સમાજવાડી, સાંતલપુર ખાતે લાયબ્રેરી સ્થાપવાની મહત્વપૂર્ણ યોજના અંગે ચર્ચા કરવામાં આવી, જેથી સમાજના યુવાનો સરકારશ્રીની વિવિધ ભરતી પરીક્ષાઓની તૈયારી કરી શકે અને શિક્ષણ તરફ આગળ વધે.
બેઠકનો સૌથી મહત્વપૂર્ણ અને ઐતિહાસિક નિર્ણય તરીકે સર્વાનુમતે અને સર્વસંમતિથી નક્કી કરવામાં આવ્યું કે ચોવીસ ચોરાડ વણકર સમાજવાડી – સાંતલપુર ખાતે વિશ્વરત્ન, જ્ઞાનના પ્રતિક ડૉ. બાબાસાહેબ આંબેડકરની પ્રતિમા (સ્ટેચ્યુ)નું અનાવરણ કરવામાં આવશે. આગામી તા. 14 એપ્રિલ 2026, ડૉ. આંબેડકર જયંતિ સુધીમાં પ્રતિમાનું અનાવરણ કરવામાં આવશે.
આ સામાજિક બેઠકમાં સમાજના વડીલો, યુવાનો, સામાજિક કાર્યકરો અને આગેવાનો મોટી સંખ્યામાં હાજર રહ્યા હતા.
નવી પહેલ… નવી દિશા…
શિક્ષિત સમાજ… અગ્રેસર સમાજ…
જય ભીમ.
The Gujarat Live News ગોવાભાઈ આહીર પાટણ
