રાધનપુર નગરમાં છેલ્લા 30 દિવસથી બેટરી ચોરો બેફામ બન્યા હોવાના બનાવો સામે આવ્યા છે.

રાત્રી દરમિયાન છકડી, રીક્ષા તથા ટ્રેક્ટરમાંથી બેટરીઓની ચોરી થતી હોવાની ફરિયાદો વધી રહી છે. અત્યાર સુધીમાં અંદાજે 13થી 14 બેટરીઓની ચોરી થઈ હોવાનું જાણવા મળ્યું છે.
આ બાબતે આજે પીડિત અરજદારો સાથે પાટણ જિલ્લા મહિલા કોંગ્રેસ પ્રમુખ જયાબેન દ્વારા રાધનપુર પોલીસ સ્ટેશનમાં લેખિત રજૂઆત કરવામાં આવી છે સાથે જયાબેન દ્વારા રાધનપુર પી.આઈ. શ્રી આર. કે. પટેલ સાહેબ સાથે ટેલિફોનિક વાતચીત કરી સમગ્ર ઘટનાની જાણ કરવામાં આવી છે અને હાલે પી આઈ સાહેબ દ્વારા વિશ્વાસ અપાવેલ છે કે આ બેટરી ચોરો ને સત્વરે પકડી કાયદેસર કાર્યવાહી કરીશુ જેથી ફરી કોઈ ગરીબ પરિવાર સાથે આવું કૃત્ય ના કરે સાથે અરજદારો અને જયાબેન ચોરો સામે તાત્કાલિક કાર્યવાહી કરવાની માંગ ઉઠાવવામાં આવી છે.
The Gujarat Live News ગોવાભાઈ આહીર પાટણ
