ભાભર આઇ.સી.ડી.એસ વિભાગ માં ફરજ બજાવતા ઈનચાર્જ સી.ડી.પી.ઓ હંસાબેન પંડ્યા જેવો વય નિવૃત્ત થતા આજરોજ બી.આર.સી ભવન ભાભર ના મીટીંગ હોલ માં સત્કાર સમારંભ યોજાયો હતો.

જેમાં પધારેલ મહેમાનો નું સ્વાગત કરવામાં આવ્યું હતું તેમજ સી.ડી.પી.ઓ હંસાબેન પંડ્યા દ્વારા ભાભર તાલુકા માં પોતાની પાંચ વર્ષ ની સર્વિસ દરમિયાન લોકો નો ભાવ તેમજ સ્ટાફ તથા આંગણવાડી ની બહેનો સહકાર ની પ્રશંસા કરવામાં આવી હતી તેમજ વય નિવૃત્ત થતા હંસાબેન નું સન્માન કરવામાં આવ્યું હતું સત્કાર સમારંભ કાર્યક્રમ માં ભાભર મામલતદાર તેમજ મામલતદાર કચેરી નો સ્ટાફ તાલુકા પંચાયત સ્ટાફ આઈ.સી.ડી.એસ વિભાગ નો સ્ટાફ. દિયોદર સુઈગામ ભાભર આઈ.સી.ડી.એસ સ્ટાફ તેમજ ભાભર આંગણવાડી ની કાર્યકર બહેનો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહી હતી.
છેલ્લે ફુલ વરસાવીને અશ્રુ ભીની આંખે વિદાય આપી હતી.
The Gujarat Live News અહેવાલ સુનિલભાઈ ગોકલાણી ભાભર. જીલ્લો વાવ થરાદ.
