રાજ્યમાં છેલ્લા ઘણા સમયથી છોકરા-છોકરીઓના લવ મેરેજને લઈને સમાજ દ્વારા વિરોધ કરવામાં આવી રહ્યો છે, ત્યારે અરેન્જ મેરેજ સારા કે પછી લવ મેરેજ કરવા જોઇએ અને જો છોકરા છોકરીઓ લવ મેરેજ કરે તો તેમાં સમાજનું કેટલું ઇનવોલમેન્ટ જરૂરી છે તે જાણવા દિવ્ય ભાસ્કર આજની યુવા પેઢી વચ્ચે પહોંચ્યું હતું. કોઈએ કહ્યું સમાજનું ઇનવોલમેન્ટ જરૂરી છે કારણ કે, આજની જનરેશનમાં જે ડિવોર્સ અને અન્ય કેસ જોવા મળી રહ્યા છે તેમને એથિક્સ શીખવાડવા જરૂરી છે તે માટે સમાજ જરૂરી છે. તો કોઈએ કહ્યું લવ મેરેજમાં સમાજનું ઇનવોલમેન્ટ જરૂરી નથી. કારણ કે, અરેન્જ મેરેજમાં ફેમિલીના પ્રેશરથી રહેવું પડે છે પણ લવ મેરેજમાં કોઈ પ્રેશર રહેતું નથી. પોતાની મરજીથી પાર્ટરન પસંદ કર્યો હોય છે. જાણો લવ મેરેજમાં સમાજના ઇનવોલમેન્ટને લઈ અમદાવાદીઓએ કેવા કેવા જવાબો આપ્યા.
