
LPG Tanker Nanda Devi Reaches Gujarat Coast: દેશમાં છેલ્લા કેટલાક સમયથી વર્તાઈ રહેલી ગેસની અછત વચ્ચે રાહતના સમાચાર સામે આવ્યા છે. ‘શિવાલિક’ બાદ જામનગરના વાડીનાર પોર્ટ નજીક વિશાળ LPG ટેન્કર ‘નંદા દેવી’ આવી પહોંચ્યું છે, ત્યાથી કંડલા બંદર સુધી પહોંચે. આ જહાજના આગમન સાથે જ રાજ્યમાં રાંધણ ગેસ અને કોમર્શિયલ ગેસના પુરવઠામાં મોટી રાહત થવાની શક્યતા સેવાઈ રહી છે.
