હજી થોડા દિવસ પહેલા લોહાણા મહાજન વાડી ખાતે યોજાયેલ કાર્યક્રમમા કોંગ્રેસ નો છેડો ફાડીને કેટલાક કાર્યકરો ભાજપમા જોડાયા હતા ત્યારે આજે ફરીવાર ભાભર શહેર તેમજ તાલુકામા કોંગ્રેસમાં મોટું ગાબડું પડતાં સ્થાનિક રાજકારણમાં નવી ચર્ચાઓએ જોર પકડ્યું છે.

ભાભર શહેર કોંગ્રેસના પૂર્વ પ્રમુખ હુકુમસિંહ રાઠોડ સહિત આશરે 100 જેટલા તેમજ તાલુકામાંથી 200 જેટલા કાર્યકરોએ કોંગ્રેસનો ત્યાગ કરી ભારતીય જનતા પાર્ટીમાં સત્તાવાર રીતે જોડાઈ જતાં રાજકીય ભૂકંપ સર્જાયો હતો.

ભાભરના એક હોટલ ખાતે ભાજપ દ્વારા એક મહત્વપૂર્ણ બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું. બેઠકમા વાવ વિધાનસભાના ધારાસભ્ય અને ગુજરાત સરકારના મંત્રી સ્વરૂપજી ઠાકોર,વાવ થરાદ જિલ્લા અધ્યક્ષ ડો નરેશભાઈ ઠાકોર,વિશાલભાઈ પટેલ પ્રભારી વાવ થરાદ જિલ્લો, ગુમાનસિંહજી પૂર્વ બનાસકાંઠા જિલ્લા અધ્યક્ષ, સહિતના ભાજપના આગેવાનો, કાર્યકરો ઉપસ્થિત રહ્યા હતા અને તમામની હાજરીમા કોંગ્રેસમાંથી છેડો ફાડી નવા જોડાયેલા કાર્યકરોને ભાજપનો ખેસ પહેરાવી સ્વાગત કરવામાં આવ્યું હતું.

કોંગ્રેસમાંથી ભાજપમાં જોડાયેલા કાર્યકરોનો ઉમેરો એ ભાજપની મજબૂતીનું પ્રતિબિંબ છે. તેમણે વિશ્વાસ વ્યક્ત કર્યો કે આવનાર નગરપાલિકા ચૂંટણીમાં ભાજપ ભાભર શહેરમાં ઐતિહાસિક જીત નોંધાવશે.

બીજી તરફ, કોંગ્રેસ માટે આ ઘટના એક મોટો રાજકીય ઝટકો માનવામાં આવી રહી છે. શહેર કોંગ્રેસના દિગ્ગજ અને પૂર્વ પ્રમુખ હુકુમસિંહ રાઠોડના નેતૃત્વમાં કાર્યકરોના સમૂહે પક્ષ છોડતાં કોંગ્રેસની સ્થાનિક સંગઠન શક્તિ નબળી પડી હોવાની ચર્ચા તેજ બની છે.

ભાજપમાં જોડાયેલા કાર્યકરોએ જણાવ્યું હતું કે, તેઓ વિકાસના મુદ્દાઓ અને પ્રજાના હિતને ધ્યાનમાં રાખીને ભાજપ સાથે જોડાયા છે. તેમણે ભાભર શહેરના સર્વાંગી વિકાસ માટે ભાજપના નેતૃત્વ હેઠળ કાર્ય કરવાની પ્રતિબદ્ધતા વ્યક્ત કરી હતી.

આ સમગ્ર ઘટનાક્રમે ભાભર શહેરના રાજકારણમાં નવી દિશા આપતા સંકેતો આપ્યા છે.અને આગામી યોજાનાર ભાભર નગરપાલિકામા ભાજપ તમામ 24 સીટ જીતવાની હેટ્રિક મારશે ?

The Gujarat Live News અહેવાલ સુનિલભાઈ ગોકલાની ભાભર 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Copyright 2025. All right reserved. The Gujrat Live News Website Design by E- MEDIA Web & App - 7999906109
error: Content is protected !!