પાટણ જિલ્લાના સાંતલપુર તાલુકાના રણમલપુરા નજીક આવેલી નર્મદા ની KBC કેનાલ હાલ ખરાબ હાલતમાં પહોંચી ગઈ છે. કેનાલ ઉપર મોટા ગાબડાં પડતાં અને ચાલવાના રસ્તા પર ખાડાં ઊભા થતાં સ્થાનિકો અને મુસાફરો માટે ગંભીર જોખમ ઉભું થયું છે.

માહિતી મુજબ, કેનાલની સેફટી દીવાલ પણ ઘણી જગ્યાએ તૂટી ગયેલી છે, જેના કારણે ખાસ કરીને રાત્રિના સમયે પસાર થવું મુશ્કેલ બની રહ્યું છે. મોમાઈ મોરા તરફ જતા પદયાત્રીઓ માટે આ માર્ગ અકસ્માતનું કારણ બની શકે છે.
સ્થાનિક લોકોનું કહેવું છે કે રોજબરોજ આ રસ્તેથી પસાર થનારાઓને જીવના જોખમે જ અવરજવર કરવી પડે છે. ખેડૂત વિરામભાઈ આહીરે જણાવ્યું હતું કે, “આ રસ્તાની હાલત દિવસે દિવસે ખરાબ બની રહી છે, છતાં તંત્ર દ્વારા કોઈ કાર્યવાહી કરવામાં આવી નથી.”
સ્થાનિક ગ્રામજનો અને શ્રદ્ધાળુઓએ તંત્રને તાત્કાલિક સમારકામ કરવા માંગ કરી છે. તેઓએ ચેતવણી આપી છે કે જો સમયસર કામગીરી નહીં થાય તો કોઈ મોટી દુર્ઘટના સર્જાઈ શકે છે.
The Gujarat Live News ગોવાભાઈ આહીર પાટણ
