દેશમાં નૈઋત્યનું ચોમાસું ઝડપથી આગળ વધી રહ્યું છે. દક્ષિણ-પશ્ચિમ ચોમાસું અરબી સમુદ્રના બાકીના ભાગો, લક્ષદ્વીપ, કેરળ, માહે તેમજ કર્ણાટક અને તમિલનાડુના વધુ વિસ્તારોમાં પ્રવેશી ચૂક્યું છે. આગામી બેથી ત્રણ દિવસમાં ચોમાસું ગોવા તથા મહારાષ્ટ્ર તરફ આગળ વધે તેવી સાનુકૂળ પરિસ્થિતિઓ સર્જાઈ રહી છે. વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ અને પાકિસ્તાન પર સર્જાયેલા સાયક્લોનિક સર્ક્યુલેશનની અસર હેઠળ આગામી 24 કલાકમાં ગુજરાતના મોટાભાગના વિસ્તારોમાં 40થી 50 કિમી પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાવા સાથે વીજળીના કડાકા અને હળવાથી મધ્યમ વરસાદની હવામાન વિભાગે આશંકા વ્યક્ત કરી છે. રાજ્યમાં વરસાદ સાથેે વીજળી પડવાની આગાહી
10 જૂન સુધી રાજ્યના વિવિધ વિસ્તારોમાં વરસાદ, ગાજવીજ અને તેજ પવનની આગાહી વ્યક્ત કરી છે. હવામાન વિભાગની આગાહી મુજબ, આજે ગુજરાત અને સૌરાષ્ટ્રના કેટલાક વિસ્તારોમાં હળવાથી મધ્યમ વરસાદ પડી શકે છે. સાથે જ કેટલાક સ્થળોએ ભારે ગર્જના અને વીજળીના ચમકારા થવાની પણ શક્યતા વ્યક્ત કરવામાં આવી છે. પવનની ગતિ 40થી 50 કિલોમીટર પ્રતિ કલાક સુધી પહોંચી શકે છે, જેના કારણે લોકોને સાવચેતી રાખવાની સલાહ આપવામાં આવી છે. જ્યારે દરિયાકાંઠાના વિસ્તારોમાં પવનની ઝડપ 20થી 25 કિલોમીટર પ્રતિ કલાક રહેવાની સંભાવના છે. હાલમાં ઉત્તરી પાકિસ્તાન નજીક વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ સક્રિય છે. ઉપરાંત જમ્મુ-કાશ્મીર વિસ્તારમાં સાયક્લોનિક સર્ક્યુલેશન અને ટ્રફ તેમજ દક્ષિણ-પૂર્વ રાજસ્થાન નજીક પણ સાયક્લોનિક સર્ક્યુલેશન સક્રિય હોવાથી વાતાવરણમાં અસ્થિરતા જોવા મળી રહી છે. બીજી તરફ કેરળમાં પહોંચી ચૂકેલા દક્ષિણ-પશ્ચિમ ચોમાસાના આગામી બેથી ત્રણ દિવસમાં વધુ આગળ વધવાની સંભાવના હવામાન વિભાગે વ્યક્ત કરી છે. મહીસાગરના ખાનપુરમાં વહેલી સવારે વરસાદી ઝાપટું
મહીસાગર જિલ્લાના ખાનપુરમાં વહેલી સવારે જોરદાર વરસાદી ઝાપટું વરસ્યું હતું. જોકે થોડા સમય બાદ વરસાદ બંધ થતાં આકાશ ફરી ચોખ્ખું બન્યું અને હાલ તડકો નીકળી આવ્યો છે. પ્રિ-મોન્સૂન એક્ટિવિટી અંતર્ગત જિલ્લામાં વરસાદ વરસતા વાતાવરણમાં ઠંડક પ્રસરી ગઈ હતી. મુખ્ય શહેરોનું તાપમાન અને ગત 24 કલાકની ગરમીની સ્થિતિ
હવામાન વિભાગના જણાવ્યા મુજબ, ઉત્તર ગુજરાત અને સૌરાષ્ટ્રના કેટલાક ભાગોમાં મહત્તમ તાપમાનમાં નોંધપાત્ર વધારો જોવા મળ્યો હતો. આજે રાજ્યમાં સૌથી વધુ તાપમાન અમદાવાદમાં 41.4°C નોંધાયું હતું. જ્યારે ગાંધીનગર અને સુરેન્દ્રનગર બન્ને શહેરોમાં મહત્તમ તાપમાન 40.5°C નોંધાયું હતું. આગામી 7 દિવસ દરમિયાન મહત્તમ તાપમાનમાં કોઈ મોટો ફેરફાર થવાની શક્યતા નથી. ગત 24 કલાકમાં ઉત્તર ગુજરાત અને સૌરાષ્ટ્રના કેટલાક ભાગોમાં વરસાદ નોંધાયો છે, જેમાં સુરેન્દ્રનગરમાં સૌથી વધુ 12.4 mm વરસાદ પડ્યો છે. આગામી 7 દિવસ દરમિયાન સમગ્ર ગુજરાત પ્રદેશ, સૌરાષ્ટ્ર અને કચ્છમાં મહત્તમ તાપમાનમાં કોઈ મોટો ફેરફાર થવાની શક્યતા નથી, એટલે કે પારો હાલના સ્તરે જ સ્થિર રહેશે. આગામી દિવસોમાં (5થી 11 જૂન) ઉત્તર ગુજરાત અને સૌરાષ્ટ્રના આંતરિક વિસ્તારોમાં હવામાન મુખ્યત્વે સૂકું રહેશે, જ્યારે દક્ષિણ ગુજરાતના દરિયાકાંઠાના ભાગોમાં હળવા વરસાદી ઝાપટાં ચાલુ રહેશે. ⇒ આગામી 7 દિવસની વિગતવાર વરસાદી આગાહી અને ચેતવણી આગામી 24 કલાક માટે વાવાઝોડાની ચેતવણી
સમગ્ર ગુજરાતના તમામ જિલ્લાઓ તેમજ દીવ, દમણ, દાદરા નગર હવેલીમાં છૂટાછવાયા સ્થળોએ 40થી 50 કિમી પ્રતિ કલાકની ઝડપે ફૂંકાતા પવન, ભારે ગાજવીજ અને વીજળીના કડાકા સાથે હળવોથી મધ્યમ વરસાદ પડવાની પ્રબળ સંભાવના છે. 5થી 6 જૂનની વરસાદની આગાહી
ઉત્તર ગુજરાતના સાબરકાંઠા, અરવલ્લી, પંચમહાલ, દાહોદ, મહીસાગર; દક્ષિણ ગુજરાતના તમામ જિલ્લાઓ (વડોદરા, છોટાઉદેપુર, નર્મદા, ભરૂચ, સુરત, ડાંગ, તાપી, નવસારી, વલસાડ, દમણ, દાદરા નગર હવેલી) તેમજ સૌરાષ્ટ્રના અમરેલી, ભાવનગર, ગીર સોમનાથ અને દીવમાં છૂટાછવાયા સ્થળોએ વરસાદ ચાલુ રહેશે. 6થી 10 જૂનની આગાહી
જેમ-જેમ દિવસો આગળ વધશે તેમ ઉત્તર ગુજરાત, મધ્ય ગુજરાત અને કચ્છ સહિતના વિસ્તારોમાં વાતાવરણ સંપૂર્ણ સૂકું થઈ જશે. જોકે, દક્ષિણ ગુજરાતના દરિયાકાંઠાના વિસ્તારો સુરત, ડાંગ, તાપી, નવસારી, વલસાડ, દમણ, દાદરા નગર હવેલી અને સૌરાષ્ટ્રના અમરેલી, ભાવનગર, ગીર સોમનાથ તથા દીવમાં આગામી 7 દિવસ સુધી છૂટાછવાયા સ્થળોએ હળવો વરસાદ ચાલુ રહેશે. આ દિવસો દરમિયાન પવનની કોઈ વિશેષ ચેતવણી નથી. 10થી 11 જૂનની આગાહી
સાતમાં દિવસે દક્ષિણ ગુજરાતના છોટાઉદેપુર અને નર્મદા જિલ્લામાં પણ ફરીથી વરસાદી માહોલ સક્રિય થશે. સુરત, ડાંગ, તાપી, નવસારી, વલસાડ, દમણ, દાદરા નગર હવેલી અને સૌરાષ્ટ્રના અમરેલી, ભાવનગર, ગીર સોમનાથ તથા દીવમાં છૂટાછવાયા સ્થળોએ હળવોથી મધ્યમ વરસાદ યથાવત રહેશે. બાકીના વિસ્તારો શુષ્ક રહેશે. આ પણ વાંચો…
યુપી-એમપીમાં વાવાઝોડાથી 500 વૃક્ષો પડી ગયા, હરિયાણામાં ક્રેન પલટી, 3 મોત; રાજસ્થાનમાં કરા પડ્યા, આજે 25 રાજ્યોમાં વરસાદનું એલર્ટ દેશના 11 રાજ્યોમાં ગુરુવારે વાવાઝોડા સાથે વરસાદ થયો. મધ્યપ્રદેશના ભોપાલમાં 70 કિમી પ્રતિ કલાકની ઝડપે વાવાઝોડું આવ્યું. લગભગ 80થી વધુ વૃક્ષો ધરાશાયી થયા. યુપીના 12 શહેરોમાં વરસાદ થયો. નોઈડામાં ભારે પવનોને કારણે 400 વૃક્ષો પડી ગયા. હરિયાણાના ફરીદાબાદ જિલ્લામાં ફ્લાયઓવર નિર્માણ કાર્યમાં લાગેલી ક્રેન કન્ટેનર પર પલટી ગઈ. જેમાં 3 મજૂરોના મોત થયા, જ્યારે બિહારના ભાગલપુરમાં વીજળી પડવાથી માતા-પુત્રીના મોત થયા. રાજસ્થાનના જયપુરમાં દિલ્હીથી 4 ફ્લાઇટ્સ ડાયવર્ટ કરવી પડી. શ્રીગંગાનગરમાં કરા પડ્યા. દિલ્હી-એનસીઆરમાં પણ ખરાબ હવામાનને કારણે 11 ફ્લાઇટ્સને ડાયવર્ટ કરવી પડી. સંપૂર્ણ સમાચાર માટે ક્લિક કરો રસોડામાં રહેલી આ 8 વસ્તુ શરીરને ગરમીથી બચાવશે!, જાણો કૂલિંગ હર્બ્સની કામ કરવાની પદ્ધતિ, સ્વાસ્થ્ય લાભો; આ 7 લોકોએ ડૉક્ટરની ખાસ સલાહ લેવી ઉનાળામાં પરસેવો, થાક અને ડીહાઇડ્રેશન જેવા લક્ષણો દર્શાવે છે કે શરીર સતત ગરમ થઈ રહ્યું છે. આનાથી બચવા માટે લોકો ઘણીવાર એવા ડાયટ વિકલ્પો શોધે છે, જે શરીરની ગરમીને સંતુલિત કરી શકે. ભારતીય રસોડામાં કેટલીક કુદરતી ઠંડક આપતી જડીબુટ્ટીઓ (કૂલિંગ હર્બ્સ) હંમેશા હાજર હોય છે. તેમાં ફુદીનો, વરિયાળી, ધાણા શરીરનું તાપમાન સંતુલિત કરવા ઉપરાંત પાચન સુધારવા અને હાઇડ્રેશન જાળવી રાખવામાં પણ મદદ કરે છે. તેથી આજે ‘કામના સમાચાર’માં જાણીશું કે, કૂલિંગ હર્બ્સ શરીરને કેવી રીતે ફાયદો પહોંચાડે છે? અને તેમને આહારમાં કેવી રીતે સામેલ કરવા? વાંચો સંપૂર્ણ અહેવાલ