રાજકોટના ભાવનગર રોડ પર આવેલી જાણીતી ‘ઠાકર ઘણી’ હોટેલના કિચનમાં બુધવારે એક અત્યંત વિચિત્ર અને હૃદયદ્રાવક અકસ્માત સર્જાયો છે. હોટેલના રસોડામાં રાખવામાં આવેલા રેફ્રિજરેટર (ફ્રિજ)માં કૂલિંગ માટે વપરાતી કુલંટ ગેસની બોટલ અચાનક પ્રચંડ ધડાકા સાથે બ્લાસ્ટ થઈ હતી. આ દુર્ઘટનામાં ત્યાં જ કામ કરી રહેલા 20 વર્ષીય રાજસ્થાની યુવક અરવિંદસીંગ સીસોદીયાને માથાના ભાગે આ બોટલ વાગતાં તેનું કરુણ મોત નીપજ્યું છે. આ સમગ્ર ઘટનાના લાઈવ સીસીટીવી ફૂટેજ પણ સામે આવ્યા છે, જે જોઈને કંપારી છૂટી જાય તેમ છે. ક્ષણભરમાં મોતનો ખેલ, લાઈવ CCTV ફૂટેજ
સામે આવેલા સીસીટીવી ફૂટેજ અનુસાર, આ ઘટના 3 જૂન, બુધવારના રોજ બપોરે આશરે 3:20 વાગ્યાની આસપાસ બની હતી. હોટેલના કિચનમાં રોજની જેમ સામાન્ય માહોલ હતો અને એકસાથે 11 જેટલા કર્મચારીઓ પોતપોતાનું કામ કરી રહ્યા હતા. આ દરમિયાન ફ્રિજ આગળ એક યુવાન ઊભો રહીને કામ કરી રહ્યો હતો. બરાબર 3:21 વાગ્યે અચાનક ફ્રિજ પાસેથી કુલંટ માટેની ગેસ બોટલ પ્રચંડ ધડાકા સાથે બ્લાસ્ટ થઈ હતી. ધડાકો એટલો પ્રચંડ હતો કે ગેસ બોટલ સીધી હવામાં ફંટાઈને ત્યાં ઊભેલા અરવિંદસીંગના માથાના ભાગે વાગી હતી. બોટલ વાગતાની સાથે જ યુવક લોહીલુહાણ હાલતમાં ત્યાં જ જમીન પર બેભાન થઈને ઢળી પડ્યો હતો. કિચનમાં હાજર અન્ય કર્મચારીઓ કશું સમજે તે પહેલાં જ ક્ષણભરમાં આખી ઘટના ઘટી ગઈ હતી. પરિવારનો આધાર છીનવાયો, એક મહિના પહેલા જ કામ પર લાગ્યો હતો
પોલીસ તપાસમાં સામે આવ્યું છે કે મૃતક યુવકનું નામ અરવિંદસીંગ સીસોદીયા હતું અને તેણે ધોરણ 12 સુધી અભ્યાસ કર્યો હતો. તે મૂળ રાજસ્થાનનો રહેવાસી હતો. થોડા સમય પહેલા જ તેના પિતાનું પણ અવસાન થઈ ચૂક્યું હોવાથી પરિવારની જવાબદારી તેના પર હતી. મૃતક અરવિંદસીંગના બે પિતરાઈ ભાઈઓ પણ આ જ હોટેલમાં કામ કરતા હોવાથી, તે પણ છેલ્લા એક મહિનાથી રાજકોટ રહેવા આવ્યો હતો અને હોટેલમાં કામ પર લાગ્યો હતો. પરંતુ નિયતિને કંઈક જુદું જ મંજૂર હતું, માત્ર એક જ મહિનામાં તેનું આકસ્મિક મોત નીપજતાં પરિવારમાં ભારે કલ્પાંત છવાઈ ગયો છે. હોસ્પિટલ પહોંચે તે પહેલાં જ મોત, આજીડેમ પોલીસ દ્વારા તપાસ શરૂ
અકસ્માત સર્જાતા જ હોટેલમાં દોડધામ મચી ગઈ હતી. આજુબાજુના સાથી કર્મચારીઓ દ્વારા તાત્કાલિક લોહીલુહાણ હાલતમાં અરવિંદસીંગને રાજકોટ સિવિલ હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો, જ્યાં ફરજ પરના તબીબે તેને જોઈ-તપાસીને મૃત જાહેર કર્યો હતો. બનાવ અંગે આજીડેમ પોલીસ સ્ટેશનના પીઆઈ એચ.એન.પટેલના જણાવ્યા અનુસાર, પોલીસની પ્રાથમિક તપાસમાં રેફ્રિજરેટરમાં આવતી કૂલંટ ગેસ બોટલ બ્લાસ્ટ થવાના કારણે આ અકસ્માત સર્જાયો હોવાનું સામે આવ્યું છે. પોલીસે અકસ્માતે મોતનો ગુનો નોંધી મૃતદેહને પોસ્ટમોર્ટમ અર્થે ખસેડ્યો છે અને સીસીટીવી ફૂટેજના આધારે આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.