વેચુ ખાડ વિસ્તારમાં ખાનગી જમીન પર રોડ બનાવ્યાનો આક્ષેપ, લાખોના ખર્ચે બનેલો રસ્તો ફેન્સિંગથી બંધ

પાટણ શહેરના વેચુ ખાડ વિસ્તારમાં રોડ નિર્માણને લઈને વિવાદ ઊભો થયો છે. વિસ્તારના કેટલાક સ્થાનિકો અને જનપ્રતિનિધિઓએ આક્ષેપ કર્યો છે કે નગરપાલિકા દ્વારા બનાવવામાં આવેલો રસ્તો ખાનગી માલિકીની જમીન પર બનાવાયો હોવાનું સામે આવ્યું છે.

મળતી માહિતી મુજબ રોડ નિર્માણ પૂર્ણ થયા બાદ જમીન માલિકે પોતાની માલિકીનો દાવો કરીને સ્થળ પર ફેન્સિંગ ઊભું કર્યું છે. જેના કારણે રસ્તો બંધ થઈ જતા સ્થાનિક રહિશોની દૈનિક અવરજવર પ્રભાવિત થઈ છે અને લોકોને વૈકલ્પિક માર્ગોનો ઉપયોગ કરવાની ફરજ પડી રહી છે.

વોર્ડ નં. 10ના કોર્પોરેટર વિપુલ ઠક્કરે સમગ્ર મામલે ગંભીર પ્રશ્નો ઉઠાવતા જણાવ્યું કે જો રોડ ખાનગી જમીન પર બનાવાયો હોય તો તેની જવાબદારી નક્કી થવી જોઈએ. તેમણે જાહેર નાણાંના યોગ્ય ઉપયોગ અંગે પણ સવાલો ઉઠાવ્યા છે.

જમીન માલિકના જણાવ્યા મુજબ સંબંધિત જમીન તેમની ખાનગી માલિકીની છે અને જરૂરી કાયદાકીય પ્રક્રિયા પૂર્ણ કર્યા વિના રોડનું કામ કરવામાં આવ્યું હતું. બીજી તરફ સ્થાનિક નાગરિકો રસ્તો ફરી શરૂ કરવામાં આવે તેવી માંગ કરી રહ્યા છે.

સ્થાનિકોએ જિલ્લા અને નગરપાલિકા તંત્રને સ્થળ તપાસ કરીને હકીકતો જાહેર કરવા, જવાબદારો સામે યોગ્ય કાર્યવાહી કરવા તથા લોકોની સુવિધા માટે તાત્કાલિક ઉકેલ લાવવાની માંગ કરી છે.

The Gujarat Live News ગોવાભાઈ આહીર પાટણ

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Copyright 2025. All right reserved. The Gujrat Live News Website Design by E- MEDIA Web & App - 7999906109
error: Content is protected !!